બોલો…ભૂજમાં સૂકવેલા કપડાની ચોરી કરતો શિક્ષક ચોર સીસીટીવીમાં કેદ
ચોર તો અનેક પ્રકારના જાેયા હશે પરંતુ ભુજમાં એક શખસ તેના પાડોશીના જ સૂકવેલા કપડાંની ચોરી કરી લેતો હતો. ઝવેરી પરિવારના આ ઇસમ પર પાડોશીના ૩૦ હજારની કિંમતના ૯૦ કપડાંની ચોરી કર્યાનો આરોપ છે. પીડિત અનાજના વેપારી પાડોશીએ સીસીટીવીમાં ઝડપાઇ ગયેલા કપડાંચોર પાડોશી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મામલો જાણી પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ ભુજના લાલટેકરી વિસ્તારમાં રહેતા૫૫ વર્ષીય અનાજના વેપારી કિરીટભાઇ કેશવલાલ શાહે બી-ડિવિઝન પોલીસ મથકમાં કપડાંચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં કિરિટભાઇએ આરોપ મૂક્યો છે કે તેમના પડોશીએ છેલ્લા ૬થી ૭ મહિનામાં અંદાજિત રૂ.૩૦ હજારની કિંમતના કપડા ચોરી કરી લીધી.
વેપારી કિરિટ ભાઇ લાલટેકરી વિસ્તારમાં ક્લાસિક કોમ્પલેક્સમાં રહે છે. તેમની બિલ્ડિંગમાં છેલ્લા છ સાત મહિનાથી અવાર નવાર કપડાની ચોરીઓ થતી હતી. જેમાં તેમના ઘરે ધોઇને સૂકાવવવા મૂકેલા કપડાં રાત્રીના સમયે ચોરાઇ જતા હતાં. કિમતી કપડાં ચોરાઇ જતાં કિરિટ ભાઇએ અંતે ચોરને ઝડપી પાડવા ઘરની બહાર છુપી રીતે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.
કિરિટ ભાઇના જણાવ્યા મુજબ છેલ્લે ૨૨ જાન્યુઆરીના રાત્રે ૧૧ઃ૪૦ તથા .૨૩ જાન્યુઆરી ૨૦૨૧ ના પરોઢે ૫ઃ૫૧ ના અરસામાં કપડાની ચોરી થઇ હતી. જેના સીસીટીવીફૂટેજ ચેક કરતાં આ કપડાની ચોરી કરનાર તેમના પડોશી વિશાલ ઝવેરી હોવાનું જણાઇ આવ્યું હતું.
Recent Comments