fbpx
સૌરાષ્ટ - કચ્છ

કુખ્યાત આરોપીનો પીએસઆઇ પર જીવલેણ હુમલો છતાં પોલીસે બહાદુરી બતાવી

રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા પુનિતનગરમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે. ઝાલા અને તેની ટીમ કુખ્યાત શખસ કુકી ભરવાડને પકડવા માટે ગયા હતા, પરંતુ પોલીસ આવતાં જ કુકી ભરવાડ અને તેના મળતિયાઓએ સોડા બોટલના છૂટા ઘા કરી હુમલો કર્યો હતો. પીએસઆઇ વી.કે. ઝાલા લોહીલુહાણ થઇ ગયા હતા છતાં હિંમત હાર્યા વગર કુકી ભરવાડને ઝડપી લીધો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતાં માથામાં ચાર ટાકા આવ્યા છે.

હુમલાના આ બનાવમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇની સાથો સાથે મશરીભાઇ અને રોહિત નામના બે કોન્સ્ટેબલને પણ ઇજા પહોંચી હતી. આ બંનેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનની ટીમ ઇજાગ્રસ્ત હાલતમાં પણ હિંમત હારી નહોતી અને કુકી ભરવાડ સહિત ૫ શખસને દબોચી લીધા હતા તેમજ આ હુમલામાં સામેલ અન્ય ૧૦ શખસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કુકી ભરવાડ જેવા કુખ્યાત શખસને પકડવા માટે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે. ઝાલા અને તેમની ટીમે બહાદુરી દેખાડી છે, આથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઇ અને તેમની ટીમને ૩ હજાર રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે તેમજ કુકી ભરવાડ સહિતના આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે.

મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ટીમ પર હુમલો થતાં જ આરોપી ભાગવામાં સફળ થયો હતો છતાં અમારી પોલીસ ટીમે હિંમત હાર્યા વગર તેનો પીછો કર્યો હતો અને ફરી પકડી લીધો હતો. આરોપી હાલ અમારા કબજામાં છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0