fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ૨૦૭ વૃક્ષ કપાશે

જામનગરમાં ફ્લાયઓવર બનવા જઈ રહ્યો છે. તે સમાચાર સારા છે, પરંતુ આ ફ્લાયઓવર બનાવતા સમયે ૨૦૭ વૃક્ષ કાપવામાં આવશે. તે સમાચાર સારા ન કહી શકાય. એક તરફ વૃક્ષો બચાવવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ ફ્લાયઓવર બનાવવા માટે એક નહીં બે નહીં, પરંતુ ૨૦૭ વૃક્ષ કાપી નાખવામાં આવશે.

જામનગરમાં વધતા કોરોનાના કેસને લઈ મહાનગરપાલિકાની ટીમ હાલ માસ્ક ઝૂંબેશમાં જાેડાઈ હોવાથી વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ખાસ કરીને રોડની આજુબાજુમાં રહેલા મહાકાય વૃક્ષોનું નિકંદન મહાનગર પાલિકાની ટીમ દ્વારા કાઢવામાં આવશે.

જામનગરમાં દિવસેને દિવસે કોરોનાના એક બાજુ કેસ વધી રહ્યા છે તો બીજી બાજુ મનપા ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનનાર ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ જાેવા મળે છે. કારણ કે, જામનગરની આજુબાજુમાં મહાકાય રિફાઈનરી છે. આ રિફાઈનરીઓના વાહનો પણ જામનગર શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે જામનગર શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનાર ફ્લાયઓવર બ્રિજથી જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવશે.

રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો ફ્લાયઓવર ૧૯૭ કરોડ રૂપિયાના ખર્ચે જામનગર શહેરમાં સુભાષબ્રિજથી ૭ રસ્તા સુધી બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થોડા સમય પહેલાં જ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/