fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ ૧૧ કેસ મ્ળ્યા, કુલ આંક ૩,૯૯૧ થયો

સુરેન્દ્રનગર જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં એક દિવસમાં સરકારી ચોપડે ૧૧ જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે

સુરેન્દ્રનગર, રતનપર, જાેરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ચીંતાજનક રીતે વધી ગયું છે અને તંત્ર તેમજ લોકોને પણ જાતે કોરોના વાયરસ અંગે કોઈ જ ગંભીરતા ન હોય તેમ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર બિન્દાસ ફરી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસના કેસોમાં પણ ચીંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે પરંતુ સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે.

ગણ્યા ગાંઠીયા કેસો બાદ હવે સરકારી ચોપડે પણ અચાનક કોરોનાનો વિસ્ફોટ થયો હતો. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળી જીલ્લામાં સરકારી ચોપડે અંદાજે ૧૧ જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને લોકોમાં ફફડાટ જાેવા મળ્યો હતો. જ્યારે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને હોમ આઈસોલેટ અથવા હોસ્પીટલે ખસેડી સારવાર આપવાની કામગીરી હાથધરાઈ હતી જ્યારે આ સાથે સત્તાવાર રીતે જીલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૯૯૧ ઉપર પહોંચ્યો હતો આમ જીલ્લામાં ફરી કોરોના વાયરસનો કહેર વધતાં લોકો સહિત રહિશોમાં ફફડાટ ફેલાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/