fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વધુ ૩૨ના મોત, કેન્દ્રની આરોગ્ય ટીમ દોડી આવી

દિલ્હીની ત્રણ સભ્યોની આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓની ટીમ રાજકોટની મુલાકાતે આવી પહોંચી હતી,દરમ્યાન રાજકોટ સર્કિટ હાઉસ પર પત્રકાર પરિષદ યોજી હતીકેન્દ્રીય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ રાજકોટની સમિક્ષા કરશે.ડો.અમલ પાટીલ,ડો.કપૂર અને ડો.ડાંગવાર અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. રાજકોટમાં કોરોના સંદર્ભે કન્ટેન્ટમેન્ટ ઝોન,રસીકરણ કેન્દ્ર અને કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ફેમિલી બન્ચીંગ થઇ રહ્યુ છે. કોરોનાની ચેઇન તોડવી ખૂબ જ જરૂરી છે.હોસ્પિટલની સુવિધા વધાવાથી કોરોના કાબુમાં નહિ આવે આ માટે કોન્ટેક ટ્રેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે.

રાજકોટ કોરાનાનું હોટસ્પોટ બની ગયું હોય તેવું ચિત્ર ખડું થઇ રહ્યું છે,આજે વધુ ૩૨ મોત થતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે તેની વચ્ચે રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જેના પગલે મુખ્યમંત્રી રૂપાણીની ચિંતામાં પણ વધારો થયો છે તેમજ મુખ્યમંત્રી એ કેન્દ્રીય ટીમ સાથે રાજકોટની મુલાકાત લીધા બાદ બીજા દિવસે રાજકોટ શહેર-જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે આજે કેન્દ્ર સરકારની નિષ્ણાંત તબીબો-વાયરોલોજીસ્ટોની ત્રણ સભ્યોની એક ટીમ રાજકોટ દોડી આવી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની આ નિષ્ણાંત તબીબોની ટીમે આજે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સમરસ-કેન્સરમાં અપાતી સારવારની સાથોસાથ શહેરમાં મનપા દ્વારા કરવામાં આવતા એન્ટીજન, આરટી-પીસીઆર ટેસ્ટીંગની કામગીરી પણ નિહાળી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેર-જિલ્લામાં છેલ્લા વીસ દિવસથી વધતા જતા કોરોના સંક્રમણથી ચોંકી ઉઠેલ રાજય સરકારે બેડ વધારવા, દવા, રેમડેસિવર સહિતના વિવિધ મુદ્દે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. રાજકોટ શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણથી ચિંતિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સરકારના અધિક અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ટોચના અધિકારીઓએ ગઇકાલે રાજકોટ દોડી આવી જિલ્લા કલેકટર કચેરીમાં મેરેથોન બેઠકો કરી શહેર-જિલ્લાની કોરોના સ્થિતિની વિવિધ મુદે સમીક્ષાઓ કરી હતી.બીજી તરફ રાજકોટ શહેર-જિલ્લાની કોરોના સ્થિતિ મામલે આજે કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાના ટોચના ત્રણ તબીબો અને બે વાયરોલોજીસ્ટો સહિત પાંચ નિષ્ણાંતોની એક ટીમ આજે રાજકોટ દોડી આવી હતી. આ નિષ્ણાંત ટીમે આજે રાજકોટ સિવિલ ઉપરાંત સમરસ-કેન્સર હોસ્પિટલમાં અપાતી સારવારના મુદે વિગતો મેળવી હતી. કોરોના સિરિયસ દર્દીઓને અપાતી સારવારની પદ્ધતિ ઉપરાંત સ્થાનિક તબીબો સાથે ચર્ચા કરી ડેથ રેશીયો ઓછો થાય તે સહિતના સારવારમાં સુચના કર્યા હતા.

કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાના નિષ્ણાંત તબીબોની ટુકડીએ આજે રાજકોટ શહેરમાં મનપા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ કરવામાં આવતા એન્ટીજન ટેસ્ટ, આરટી-પીસીઆર ટેસ્ટીંગની વિગતો મેળવી હતી સાથોસાથ સરકારી-ખાનગી હોસ્પિટલો દ્વારા નિકાલ કરાતા બાયોમેડિકલ વેસ્ટનું નિયમ અનુસાર નિકાલ કરવા સહિતના મામલે વિગતો મેળવી જરૂરી સુચના આપી હતી. આ દરમ્યાન કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબોએ રાજકોટ મનપાના કમિશ્નર ઉદિત અગ્રવાલ પાસેથી પણ વિવિધ મામલે વિગતો મેળવી મનપા ખાતે કમિશ્નર સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં કોરોના માટે રાજય સરકાર દ્વારા મુકાયેલા વધારાના બે અધિકારી સ્તુતિ ચારણ, મેહુલ દવે પણ સાથે જાેડાયા હતા અને કેટલીક વિગતો પુરી પાડી હતી. દરમ્યાન રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાના નિષ્ણાંત તબીબોની ટીમ કે જે રાજકોટ આવી છે તે વાતને સમર્થન આપ્યું હતું અને મનપા સાથે બેઠક કરનાર હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની તબીબોની ટુકડીએ ટેસ્ટીંગ, ટ્રેકીંગ, ટ્રીટમેન્ટના મુદા ઉપરાંત શહેર જિલ્લામાં સર્વેલન્સની ચાલતી કામગીરીના મુદે પણ વિગતો મેળવી સર્વેલન્સમાં મહત્વના સુચનો કરી નવી ટેકનીક અપનાવવાના મામલે સમજ આપી હતી સાથોસાથ રેમડેસિવર ઇન્જેકશનોના કોઇ તબીબ દ્વારા આડેધડ ઉપયોગ કરવાાં આવે નહીં તે મુદે પણ કેવા સંજાેગોમાં રેમડેસિવર આપવું જરૂરી છે તે સહિતની વિગતો-સમજ આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/