fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણી થયા કોરોના સંક્રમિત

શહેર ભાજપ અગ્રણી અને મુખ્યપ્રધાન રૂપાણી પરિવારના ખુબ જ નજીકના મનાતા એવા કાશ્મીરા નથવાણી સહિત તેમનો આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. કાશ્મીરાબેન સહિતના પરિવારજનો કોરોના પોઝિટિવ આવતા તેમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. જાેકે હાલ તેમની અને પરિવારના અન્ય સભ્યોની સારવાર શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ભાજપના મહિલા અગ્રણી એવા કાશ્મીરા નથવાણી સહિત તેમનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. કાશ્મીરાબેન સહિત તેમના પતિ બકુલભાઈ અને તેમના બન્ને પુત્રો તેમજ પુત્રવધૂ અને બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. એટલે કે આખો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે. જેને લઈને તેમના પરિવારના નજીકના લોકોમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના દરરોજ ૧૦૦ કરતા વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ૮ જેટલા જૈન મહાસતીજીને પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. શહેરના દિવાનપરા સંઘાણી ઉપાશ્રયમાં બિરાજમાન મહાસતીજીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને જૈન સમાજમાં પણ ચિંતાની લાગણી જાેવા મળી રહી છે. આ તમામ મહાસતીજીઓને હાલ સારવાર અપાઈ રહી છે. જ્યારે અલગ અલગ ઉપાશ્રયમાં તેમને કોરાંટાઈન રાખવામાં આવ્યા છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0