fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર લોકડાઉનના પંથે! મોટા શહેરમાં ૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ૧૯ દિવસ સુધી જૂનાગઢના વિસાવદરમાં અડધો દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આજે વિસાવદરમાં વેપારીઓ અને નગરપાલિકાના હોદ્દેદારોની મીટિંગ મળી હતી, જેમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે.

કોરોના હવે શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વધતો જઈ રહ્યો છે, જેને લઇ ગામડાઓમાં અને શહેરોમાં વેપારી મંડળો અને લોકો સ્વૈચ્છિક લોકડાઉનના ર્નિણયો લઇ રહ્યા છે. ત્યારે હવે વિસાવદરમાં પણ ૩૦ એપ્રિલ સુધી અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવાનો વેપારીઓ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની મળેલ બેઠકમાં ર્નિણય કરવામાં આવ્યો છે.

વિસાવદર નગરપાલિકા ટાઉનહોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ તથા દરેક વેપારી એસોસિએશનના હોદ્દેદારોની એક મિટિંગ મળી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે, ત્યારે અન્ય શહેરો અને ગામડાઓની જેમ વિસાવદરમાં પણ શું કરવું તે અંગેની મીટીંગ યોજાઇ હતી. જેમાં વેપારી એસોસિયેશન દ્વારા ૩૦ એપ્રિલ સુધી સવારથી લઈ બપોરના બે વાગ્યા સુધી વેપાર-ધંધા શરૂ રાખવા અને બપોરે બે વાગ્યા બાદ તમામ વેપાર ધંધાઓ બંધ રાખવાનો સામૂહિક રીતે ર્નિણય લેવામાં આવ્યો છે.

વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના સતત કેસ વધતા જઈ રહ્યા છે, જેમાં વિસાવદર સામૂહિક હોસ્પિટલના બે ડોક્ટરો પણ સંક્રમિત થયા છે અને વેપારીઓ નાના બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. જેથી કોરોનાની ચેઈન તોડવા માટેનો સામૂહિક અડધો દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં દરેક વેપારીઓએ બપોર બાદ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાની ખાતરી આપી છે તેની અમલવારી આજથી જ શરૂ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/