fbpx
સૌરાષ્ટ - કચ્છ

આદિપુરમાં ફોરચ્યુનર કારે ૨ બાઈકસવારને ટક્કર મારતા પિતા-પુત્રનું મોત

આદિપુરમાં જુમાપીર ફાટક નજીક ફોરચ્યુનર કારે ૨ બાઈકસવારને ટક્કર મારતા પિતા-પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતા. જેમાં, કેવી રીતે ૨ બાઈકચાલકને ટક્કર મારીને દુકાનમાં ગાડી અથડાવ્યા બાદ તેમાં સવાર ૨ શખ્સો અડફેટમાં આવનાર પિતા-પુત્રને મદદ કરવાના બદલે જાણે કશું જ ના બન્યું હોય તેમ સરળતાથી ભાગી જાય છે તે દેખાય છે.

જૂની સુંદરપુરીમાં રહેતાં અને ખાનગી શિપીંગ કંપનીમાં નોકરી કરતાં ૩૪ વર્ષિય મયૂર નારણ થારુ અને તેના ૮ વર્ષના પુત્ર હયાનને ફોરચ્યુનરને ટક્કરથી ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું. પિતા-પુત્ર બન્ને બાઈક પર ગાંધીધામથી આદિપુર જતા હતા. ત્યારે, જુમાપીર ફાટક નજીક દુબઈ ટેક્સટાઈલ્સ પાસે સર્વિસ રોડ પર સામેથી આવી રહેલી ય્ત્ન-૧૨ ડ્ઢજી- ૧૫૪૫ નંબરની ફોરચ્યુનર કારે તેમને અડફેટે લીધા હતા. કારની અડફેટે શુભમ્‌ મિશ્રા નામનો અન્ય એક બાઈક ચાલક પણ આવી ગયો હતો. જાે કે, સામાન્ય ઈજા સાથે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ બનાવ અંગે મયૂરના પિતા નારણભાઈએ આદિપુર પોલીસ મથકે કારચાલક સામે બેદરકારીપૂર્વક કાર ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ ઁજીૈં એચ.એસ.તીવારી દ્વારા કરવામાં આવી રહી છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0