fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબી-વલસાડની પણ ખસ્તા હાલત, લોબીમાં દર્દીઓની સારવાર, એમ્બ્યુલન્સોની લાઈનો

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બની ગયો છે. તેવામાં અમદાવાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સોની લાઈનોના સમાચાર તો જાેયા જ હશે. કોરોનાને કારણે મોટા શહેરો જ નહીં પણ અન્ય જિલ્લાઓની હાલત પણ ખસ્તા થઈ ચૂકી છે. મોરબી અને વલસાડની સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. અને ૧૦૮ એમ્બ્યુલન્સોની લાઈનો લાગેલી છે.

વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કોરોના મહામારીએ જે દ્રશ્યો દેખાડ્યા છે તે દ્રશ્યો ભગવાન ફરી ક્યારેય ન બતાવે તેવી હાલ લોકો પ્રાથના કરી રહ્યા છે. કોરોનાને કારણે હાલ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળી રહ્યા નથી. મોરબી સિવિલ હોસ્પિટલનાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં હોસ્પિટલમાં બેડના અભાવે લોબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તમામ વ્યવસ્થાના દાવા કરતી સરકાર વચ્ચે આ જમીની હકીકત છે.

તો વલસાડમાં પણ કોરોનાને કારણે દર્દીઓની દુર્દશા થઈ રહી છે. વલસાડની સિવિલ હોસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગેલી છે. અને દોઢ કલાકથી પણ વધારે સમય સુધી દર્દીઓને રાહ જાેવી પડી રહી છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ખાલી ન હોવાને કારણે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. આમ માત્ર એકલાં અમદાવાદમાં જ નહીં પણ રાજ્યમાં ઠેર-ઠેર કોરોના ભયાવહ દ્રશ્યો લોકોને દેખાડી રહ્યું છે. તેવામાં હવે લોકોએ પોતે જ સાવચેત રહેવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/