fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટઃ ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ થયા કોરોના સંક્રમિત

રાજકોટની વોકહાડ્‌ર્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું, મેં આ બે ડોઝ લીધા ન હોત તો મારા ભુક્કા બોલી ગયા હોત, મને કોઈ જાતનાં મેજર લક્ષણો નથી. હું દવા વગર જ સાજાે થઈ જઈશ. વેક્સિન લીધા બાદ પણ કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેને સામાન્ય લક્ષણો જ જાેવા મળે છે, આથી લોકોએ વેક્સિન અવશ્ય લેવી જાેઈએ.

ડો. ચિરાગ માત્રાવાડિયાએ જણાવ્યું, બે ડોઝ લીધા બાદ મને કોરોના પોઝિટિવ આવ્યો છે પણ લક્ષણો એટલાં સામાન્ય છે કે હું દવા નહિ લઉં તોપણ સાજાે થઈ જઈશ. નથી તાવ આવ્યો કે નથી કોઈ મેજર લક્ષણો. માત્ર બોલવામાં થોડું ગળું ઘસાય રહ્યું છે. બે ડોઝ પછી કોરોના આવ્યો છે, પરંતુ વેક્સિન પૂરેપૂરી અસરકારક રહી છે, નહીં તો મારા ભુક્કા બોલી ગયા હોત. હું કોરોનાના રોજના ઢગલા મોઢે પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યો છું.

ડો.ચિરાગએ જણાવ્યું, આજે સવારે મેં મારા ક્લિનિક પર ૩૦ પેશન્ટ જાેયા હતા. સવારે ઓપીડીમાં ૫૦ જેટલા પેશન્ટોને જાેઈને આવ્યો છું. અમે તો સતત કોવિડ વચ્ચે જ રહીએ છીએ. જાે બે ડોઝ ન લીધા હોત તો શરીરને ઘણી નુકસાની પહોંચી ગઇ હોત. વેક્સિનને કારણે એકદમ સુરક્ષિત છું, નહીં તો લોકોને તાવ આવે, અશક્તિ આવે જેવાં અનેક લક્ષણો શરીરમાં લાગુ પડી જતાં હોય છે . સવારથી હું સતત કામ કરી રહ્યો છું. હવે ઘરે આઇસોલેટ થયો છું. લોકોએ વેક્સિન જરૂર લેવી જાેઈએ તેવી મારી અપીલ છે. વેક્સિન લીધી હશે તો કોરોના દર્દીને ગંભીર અને મોટું નુકસાન નહીં પહોંચાડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/