fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરના વાળુકડ ગામે કોરોના સંક્રમણ રોકવા સ્વૈછીક લોકડાઉનનો કર્યો ર્નિણય

જીલ્લામાં વધતા કોરોના સંક્રમણનાં કેસોને લઈને ગ્રામ્યકક્ષાએ સંક્રમણને રોકવા સ્વૈછીક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે વાળુકડ ગામે ગુરુવારે રોજ ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા એક બેઠક દરમ્યાન સંક્રમણને રોકવા આવતી શુક્રવારથી સ્વૈછીક લોકડાઉન રાખવા ર્નિયણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સવારે ૬થી બપોરના ૧૨ સુધી આવશ્યક ચીજવસ્તુઓ અને રોજગાર ચાલુ રાખવા ર્નિણય કર્યો છે.

ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ૧૦૦ આંકને પાર પહોચી રહ્યો છે ત્યારે સંક્રમણ ગ્રામ્ય સુધી પહોચતા અને કેસોમાં વધારો થતા ગામડાઓ સંક્રમણને રોકવા સ્વેછીક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે વધુ એક ભાવનગર જીલ્લાના વાળુકડ ગામે આજે કોરોના સંક્રમણને રોકવા માટે ગુરુવારે ગ્રામપંચાત બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં ગામના આગેવાનો તેમજ સરપંચ ઉપસરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહી ર્નિણય લેવામાં આવ્યો છે કે શુક્રવારે ૧૬ એપ્રિલથી ૨૬ એપ્રિલ સુધી સ્વેછીક લોકડાઉન રાખવા તેમજ આવશ્યક ચીજવસ્તુઓ ઉપરાંત રોજગાર સવારે ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવા ર્નિણય કર્યો છે. ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવેલ સ્વેછીક લોકડાઉન ને ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવતા પંચાયતે ગ્રામજનોણો આભાર માનવામાં આવ્યો હતો.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0