fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલામાં દર્દીનું અચાનક ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, જમીન પર ઊંધા સુવડાવી લોકોએ સારવાર આપી

રાજકોટમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ એની બીજી લહેરમાં મોટા ભાગના દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઇ રહ્યું છે. સતત સંક્રમણ વધતાં રાજકોટ સિવિલ અને ખાનગી તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઈ રહ્યાં છે અને સારવાર માટે દર્દીઓને ૧૨-૧૨ કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે એવી સ્થિતિ સર્જાઈ છે. એમાં લાઇનમાં ઊભા રહેલા દર્દીને સમયસર સારવાર ન મળતાં તબિયત વધુ લથડતી જતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ બહાર લાઇનમાં ઊભા રહેલા એક દર્દીની તબિયત અચાનક લથડી અને ઓક્સિજન લેવલ નીચું જતું રહ્યું હતું, આથી હાજર લોકોએ દર્દીને ઊંધા સુવડાવી પ્રાથમિક સારવાર આપી હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રોજ સવારથી રાત સુધી ૨૪ કલાક ચૌધરી હાઈસ્કૂલમાં દર્દીઓ વેઇટિંગમાં ઊભા રહે છે. ગઇકાલે રાત્રે પણ ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં એમ્બ્યુલન્સ અને દર્દીઓની લાઇનો લાગી હતી, જેમાં એક દર્દીની અચાનક તબિયત લથડતાં તેને જમીન પર ઊંધા સુવડાવી પ્રાથમિક સારવાર આપવાની ફરજ પડી હતી. રાત્રિના ૧ વાગ્યાની આસપાસ દર્દી લાઇનમાં ઊભો હતો, એ સમયે તેના શરીરમાં ઓક્સિજન પ્રમાણ ઓછું થતાં તાત્કાલિક તેના પરિવારજન અને આસપાસના લોકોએ મદદ કરી દર્દીને જમીન પર ઊંધા સુવડાવી ઓક્સિજન વધે એ માટે પ્રયાસ કર્યા હતા. સદનસીબે દર્દીનો જીવ બચી ગયો હતો, પરંતુ આમને આમ પરિસ્થિતિ જાેવા મળશે તો લાઇનમાં ઊભા દર્દીના જીવ જાય તો નવાઇ ન નહીં લાગે. આ માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય ર્નિણય કરી સારી સુવિધા ઊભી કરવી ખૂબ જ આવશ્યક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/