fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં માંગણીઓને તબીબી શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

રાજ્યભરના તબીબી શિક્ષકોની ૧૦ પડતર માંગણીને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે સરકારે પડતર ૧૦ માગણી સ્વીકારી હોવાનું કહેવામાં આવ્યું પરંતુ તબીબી શિક્ષકોનો સૂર છે કે, જ્યાં સુધી માગણીની સ્વીકૃતિ લેખિતમાં મળશે તો જ હડતાળ પૂર્ણ કરવામાં આવશે. રાજકોટમાં ૧૪૦થી વધુ તબીબી શિક્ષકોએ મેડિકલ કોલેજમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

આજથી રાજકોટના મેડિકલ કોલેજ ખાતે હડતાળ શરૂ કરવામાં આવી છે અને હડતાળમાં ૧૪૦થી વધુ તબીબી શિક્ષકો જાેડાયા છે. બાકીના શિક્ષકો કોવિડ દર્દીઓની સારવારમાં રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ, એનેસ્થેસીયા, પીડિયાટ્રિક વિભાગ અને ખાસ હાલમાં કોવિડ બાદ વધતો મ્યુકરમાઈકોસિસ વિભાગની સેવા અવિરત ચાલુ રાખવામાં આવશે. જેથી દર્દીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય.

Follow Me:

Related Posts