fbpx
સૌરાષ્ટ - કચ્છ

કેબિનેટ મંત્રી બાવળિયાએ જસદણ-વિંછીયામાં ૫ હજાર દવાની કિટનું વિતરણ કર્યું

રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા જસદણ અને વીંછિયામાં ૬ ધન્વંતરી રથના માધ્યમથી એલોપેથિક દવાની ૫ હજાર કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકોને કોરોના સામે લડવા આ દવા ખૂબ જ અસરકાર સાબિત થશે. હાલ કોરોનાના શરૂઆતના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલે નથી જતા. જેથી કરીને મેં કોરોનાની સામે રક્ષણ આપે તેવી એલોપેથિક દવાની ૫૦૦૦ જેટલી કીટોનુ આજે વિનામૂલ્યે વિતરણ કર્યું છે. બાવળિયાએ જણાવ્યું હતું અંધશ્રદ્ધાને કારણે લોકો કોવિડ કેર સેન્ટર સુધી પહોંચતા નથી.

વધુમાં બાવળીયાએ જણાવ્યું હતું કે, કુલ છ જેટલા ધન્વતરી રથ જસદણ અને વીંછિયા પંથકના દરેક ઘરમાં જશે, જેમાં સ્થાનિક આગેવાનો અને આશાવર્કર બહેનો ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને તપાસીને કોરોના સામેની રક્ષણ આપતી એલોપેથિક દવાની કીટ આપવામાં આવશે. સાથોસાથ પેરામેડિકલ સ્ટાફ દવાઓ કેવી રીતે લેવી તે અંગેનું માર્ગદર્શન પણ આપશે. આ પહેલથી સમગ્ર પંથક કોરોનામુક્ત થશે અને કોરોના વાયરસનુ સંક્રમણ રોકી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/