fbpx
સૌરાષ્ટ - કચ્છ

જસદણ સ્કુલનો નવો ખૂલાસો, વિદ્યાર્થી દીઠ ૫૦૦૦૦ ફી ઉઘરાવતાં હતા

રાજકોટના જસદણની આલ્ફા હોસ્ટેલમાં કોરોનાને અવગણી ધો.૫ના ૫૫૫ બાળકોને કોચિંગ અપાતું હોવાનો રવિવારે મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ આજે એક નવો ખુલાસો એ થયો કે સંચાલક વિદ્યાર્થી દીઠ રૂપિયા ૫૦૦૦૦ જેટલી ફી ઉઘરાવતો હતો અને દરોડા સમયે સંચાલકે હવાતિયા મારતા કહ્યું કે બાળકને કઈ થાય તો મને ફાંસી આપી દેજાે.

જસદણના ચિતલીયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાછડીમાં પ્રવેશ મેળવવા માંગતા ધો.૫ના વિદ્યાર્થીઓને કોચિંગ અપાતું હતું. કોરોનાને અવગણી ગંભીર બેદરકારી સાથે અપાતા ગંભીર બેદરકારી સાથે અપાતા કોચિંગ ક્લાસ પર મામલતદાની ટીમે પોલીસને સાથે રાખી દરોડો પાડતા સંચાલક જ.સુખ સંખારવાએ બચવા માટે નાટકો શરૂ કર્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અત્યારે તેમના ઘરે જશે અને તેમને કઈ થશે તો તમે જવાબદારી લેશો??? બાળકો અહીં જ સુરક્ષિત છે. તમામ વાલીઓની બાયંધરી લીધી છે. જાે કે તમામ વિદ્યાર્થીઓને તેમના વતન પહોંચાડવા કડક સૂચના અપાઈ હતી અને સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી અટક કર્યા બાદ રૂપિયા ૧૦૦૦૦ના જામીન પર છુટકારો અપાયો હતો. રાજકોટ જિલ્લામાં ખાનગીમાં કેટલીક સ્કૂલો કોચિંગ ચલાવતી હોવાની અગાઉ પણ ફરિયાદો જિલ્લા તંત્ર સુધી પહોંચી હતી.

રાજકોટના જસદણની આલ્ફ હોસ્ટેલમાં કોરોનાને અવગણી ૫૫૫ ભૂલકાઓને કોચિંગ અપાતું હોવાનો મામલો ધ્યાને આવતા સંદેશ અખબારે એક પ્રહરી તરીકે તંત્રને જાણ કરી હતી અને તે બાદ મામલતદારે પોલીસને સાથે રાખી દરોડો પાડતા ગંભીર બેદરકારી ધ્યાને આવી હતી. કોરોનાના વધતા કહેર વચ્ચે પણ વિદ્યાર્થીઓને બોલાવી તેમના જીવ જાેખમમાં મુકવાનું દુઃસાહસ કરતા ક્લાસ સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો હતો અને વિદ્યાર્થીઓને ૨૪ કલાકમાં તેમના વાલીઓ પાસે પહોંચાડવા આદેશ આપ્યો હતો.
જસદણના ચિતલીયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડીંગમાં જવાહર નવોદય અને બાલાછડીમાં પ્રવેશ મેળવવા માંગતા ધો.૫ ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ થતા જસદણ પ્રાંત પ્રિયાંક ગલચરને સઘળી હકીકત જણાવતા મામલતદાર પી.ડી.વાંદા અને તેમની ટીમને તુરંત સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા.

જ્યાં પહોચતા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હોવાનું સામે આવતા તેઓ ચોંકી ઉઠયા હતા અને ગંભીર બેદરકારી બદલ ક્લાસ સંચાલક જયસુખ સંખારવા સામે જસદણ શહેર પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો. આ સાથે જ તમામ વિદ્યાર્થીઓને ૨૪ કલાકમાં તેમના વાલી પાસે પહોચાડવા માટે સંચાલક પાસે બાયંધરી પત્ર લખાવડાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/