fbpx
સૌરાષ્ટ - કચ્છ

એટેન્ડન્ટે ભેટીને કહ્યું- ‘બા હું તમારી દીકરી જ છું’

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જયાબેન અજાણી નામના વૃદ્ધા ૨૦ દિવસથી બાયપેપ પર સારવાર હેઠળ છે. એટેન્ડેન્ટ હેમાંગી ચૌહાણે કહ્યું કે, તેનો ?આજે ટ્રાયેજ વિભાગમાં પહેલો જ દિવસ હતો. બપોરના સમયે મારું ધ્યાન બા તરફ ગયું તે થોડા ચિંતિત દેખાતાં હતાં. મેં ત્યાં જઈને ખબર પૂછી તો તેમણે પોતાના દીકરાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી વિનંતી કરવા લાગ્યાં. મેં બાના માથા પર હાથ ફેરવતા કહ્યું કે, ?હું તમારી દીકરી જ છું ને, અને તેમણે તુરંત મને પકડી લીધી અને રડવા લાગ્યાં, હું પણ તેમને બાથમાં લઈને હૂંફ આપી સમજાવી રહી હતી. ૭ મિનિટ સુધી તેઓ રડ્યા અને સ્ટાફ ભેગો થયો હતો.


રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દીના મોત થયા છે. જાેકે આ અંગેનો આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે ૭ દર્દીના થયા હતા. જાેકે કોવિડથી એક દર્દીનું મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર થયું હતું. ૫૪ દિવસ બાદ સિંગલ ડિજિટમાં મૃત્યુઆંક નોંધાયો હતો. આજે મૃત્યુઆંક ગઇકાલ કરતા બમણો છે. આજે નવા ૧૩૭ કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૪૧૩૦૮ પર પહોંચી છે. શહેરમાં આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૮૯૨૦ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૨૩૧ સહિત કુલ ૧૦૧૫૧ નાગરિકોએ રસી લીધી છે.


રાજકોટમાં અલગ અલગ હોસ્પિટલમાં ૯૯૫ દર્દી સારવાર હેઠળ છે. આજે ૨૭૪ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોવિડ સામે બાથ ભીડવા તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાંઓ લેવાઇ રહ્યા છે. જેમાં જેતપુર તાલુકાના ૧૦ પીએચસી કેન્દ્ર પર કુલ ૬૦ લાખના ખર્ચે બે-બે અદ્યતન લેબ ટેસ્ટ માટેના મશીન ફાળવાશે, જે જેતપુર વિધાનસભાના ધારસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર કર્યું છે. આ સુવિધા મળતા સામાન્ય પ્રાથમિક રિપોર્ટ સાથે ૯૦ ટકા અન્ય રિપોર્ટ પણ એકજ સ્થળે શક્ય બનશે. જેથી લોકોએ પ્રાઇવેટમાં જવું નહીં પડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/