fbpx
સૌરાષ્ટ - કચ્છ

કારખાનામાં આવતી સગીરા પર માલિકના પુત્ર અને અન્ય બે શખ્સોએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાના માલિકના પુત્ર અને કારખાનામાં કામ કરતા એક શખ્સ સહિત બન્ને શખ્સોએ કારખાનામાં કામે આવતી એક સગીરા પર અવાર-નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જામનગરમાં પાંચ મહિના પૂર્વે આ બન્ને શખ્સોએ કારખાનામાં અવાર-નવાર તેના પર શારીરિક સંબંધો બાંધી ધમકી આપી હોવાનું પણ બહાર આવ્યું છે.

આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.આ ઘટના અંગે સગીરાની માતાએ બન્ને શખ્સો સામે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીરાને મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ બન્ને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ આદરી છે.જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે મુજબ શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારના બધા જ સભ્યો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ પરિવારની સગીર પુત્રી પણ મજૂરી કામે જઇને પરિવારની મદદ કરી રહી છે. ૧૬ વર્ષની આ સગીરા જામનગર શહેરના હિંગળાજ ચોક ખાતે આવેલા રમેશભાઇના કારખાને મજૂરી કામે જતી હતી. છેલ્લા એકાદ વર્ષથી મજૂરી કામ કરે છે. સમય જતા આજ કારખાનામાં કામ કરતા અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિપક સિદુભાઇ કોળી અને કારખાનાના માલિક પિયુષ રમેશભાઇ ડાંગરની ખરાબ નજર સગીરા પર પડી હતી. પોતાની વાસના સંતોષવા માટે બન્ને શખ્સોએ સગીરાને ધાક-ધમકી આપી કારખાનામાં જ તેણીની મરજી વિરુદ્ધ અવાર-નવાર બળાત્કાર ગુર્જાર્યો હતો.

આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની પણ બન્ને શખ્સોએ ધમકી આપી હતી. પરંતુ બન્ને શખ્સોનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો તેમ બન્ને શખ્સોના શારીરિક શોષણથી સગીરા ગર્ભવતી બની ગઇ હતી. પોતાની પુત્રીમાં આવેલા શારીરિક ફેરફારોને લઇને તેને તેની માતાએ સાંત્વના આપી પુછયુ હતું. જવાબમાં બન્ને શખ્સોએ બળાત્કાર ગુર્જાયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને તેણીના પરિવારે મેડિકલ પરિક્ષણ કરાવતા તેણીને ૫ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ સગીર પુત્રીને સાથે રાખી આ બન્ને શખ્સો સામે તેણીની માતાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે બન્ને નરાધમ આરોપીઓને ઝડપી પાડવા જામનગરના છજીઁ નિતેષ પાંડેયની સૂચનાથી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/