fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મુન્નાભાઇ એમબીબીએસઃ વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકો સંક્રમણ થયા બાદ રાહત જાેવા મળી રહી છે. બીજી તરફ ચોમાસાની ઋતુ નજીક આવતા સામાન્ય શરદી ઉધરસ અને તાવના કેસોમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરનો પોલીસ ધરપકડ કરી રહી છે. હજુ ૩ દિવસ પહેલા રાજકોટ ર્જીંય્ પોલીસે એક ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડ્યો હતો ત્યાં આજે ફરી આજીડેમ પોલીસે રણુજાનગર અને લોઠડા ગામેથી બે નકલી ડોકટરને પકડી પાડ્યા છે. જેમાં એક શખ્સ તો સતત બીજીવાર આ ગુનામાં પકડાયો છે. બંનેમાં સામ્યતા એ છે કે બંને ધોરણ-૧૨ કોમર્સ ભણેલા છે. અગાઉ અલગ અલગ હોસ્પિટલોમાં કામ કર્યુ હોઇ તેના અનુભવને આધારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું શરૂ કરી દીધું હતું.

આ અંગે આજીડેમ પોલીસ મથકની ટીમોને બાતમી મળી હતી કે રણુજાનગર શેરી નં.૫/૬ના ખુણે બ્રહ્માણી હોલ સામે કોઠારીયા રોડ પર સંજય ભાનુશંકરભાઇ દવે કોઇપણ જાતની ડિગ્રી ન હોવા છતાં દવાખાનુ ખોલીને બેઠો છે. તેના આધારે ત્યાં દરોડો પાડવામાં આવતાં સંજય દવે ગળામાં સ્ટેથોસ્કોપ ટીંગાડી ખુરશીમાં બેઠેલો જાેવા મળ્યો હતો. ૧૬*૧૬ની જગ્યામાં પેશન્ટને સુવડાવવાના ટેબલની વ્યવસ્થા પણ હતી. તેમજ અલગ અલગ તબિબી સાધનો, દવાઓ, બાટલાઓનો જથ્થો હતો.પોલીસે ઓળખ આપી ડીગ્રી માંગતા સંજયએ ગલ્લા તલ્લા કર્યા બાદ કોઇ ડીગ્રી નહિ હોવાનું અને પોતે માત્ર ધોરણ-૧૨ કોમર્સ સુધી ભણ્યો હોવાનું કહેતાં તેની સામે કાર્યવાહી કરી ધરપકડ કરી દવાઓ સહિતના સાધનો અને રોકડા રૂ.૧૮૪૦ કબ્જે કરાયા હતાં.

આ ઉપરાંત લોઠડામાં દેવપરાના અનિષ લીંગડીયા કલીનીક ખોલીને બેસી ગયો હતો જેની બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને દવા-ઇન્જેકશન્સ, બ્લડપ્રેશર માપવાના સાધનો, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, કાતરો, ગ્લુકોઝના બાટલા, ડાયાબીટીશ માપવાના સાધન, કફ શીરપ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનિય છે કે આરોપી બોગસ ડોકટર ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરી બાદમાં અલગ અલગ ક્લિનિક માં કમ્પાઉન્ડર તરીકે કામ કરેલ છે જે બાદ છેલ્લા બે વર્ષથી ક્લિનિક ચલાવી જાતે સારવાર કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/