fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં બનેવી બન્યો રાક્ષસઃ સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનતા બાળકને જન્મ આપ્યો

ઘોર કળિયુગ! જામનગરમાં બિમાર બહેનના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી, એટલું જ નહીં હવસનો શિકાર બનાવી સગી સાળીને કુંવારી માતા બનાવી દીધાની ઘટના સામે આવી છે. જામનગરના હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં બીમાર પત્નીની સારવાર માટે બનેવીએ પોતાની સાળી ને ઘેર રોકાવા માટે બોલાવી હતી. આ દરમિયાન સાળીને પોતાની હવસનો શિકાર બનાવી લેતાં કુંવારી સાળી સગર્ભા બની ગઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી આખરે ભોગ બનનાર કુવારી સાળીએ જીજી હોસ્પિટલ ના બિછાને એક બાળકને જન્મ આપ્યો છે, અને કુંવારી માતા બની છે. આ ચકચારી પ્રકરણમાં પોલીસે આરોપી ભોગ બનનાર સાળી અને બાળક ના સેમ્પલ એકત્ર કરી લઇ ડીએનએ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આ જઘન્ય ઘટનાની સનસનાટી ભરી વિગતો એવી છે કે જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શખ્સે નવેક મહિના પહેલા પોતાની પત્ની બીમાર હોવાના કારણે જામનગરમાં રહેતી પોતાની સાળીને સારવારમાં મદદ માટે પોતાના ઘરે બોલાવી હતી.અને તેણે પોતાની સાળી પર નજર બગાડી હતી તેમજ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. જેના કારણે કુવારી સાળી સગર્ભા બની ગઈ હતી.

આ સમગ્ર ચકાચારી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ પોલીસે આરોપી બનેવી સામે ગુનો નોંધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, અને હાલ જેલ હવાલે કરાયો છે. દરમિયાન બનેવી ની હવસનો શિકાર બનેલી કુંવારી સાળીએ એક બાળક ને જન્મ પણ આપ્યો છે.અને કુંવારી માતા બની ગઈ છે.
આ સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે નવજાત શિશુ નું સેમ્પલ મેળવી ડી.એન.એ. ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત કુંવારી માતા તેમજ તેના બનેવી આરોપી ના સેમ્પલો પણ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/