fbpx
સૌરાષ્ટ - કચ્છ

અહો આશ્ચર્યમ….!!!,મોરબીમાં યુવાને કલેકટર અને એસપીને પત્ર લખી દારૂ વેચવાની મંજૂરી માંગી

અહો આશ્ચર્યમ!! મોરબીમાં એક યુવાને જિલ્લા કલેકટર અને જીઁને લેખિત રજૂઆત કરીને દારૂ વેચવા મંજુરી માંગી છે. વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર એવા યુવાને દારૂ વેચવા મંજુરી માંગીને આમ તો બેફામ વેચતા દારૂ મુદ્દે તંત્રને ટકોર કરી છે અને કટાક્ષની ભાષામાં પોલીસ દ્વારા મોટા હપ્તા લેવાતા હોવાનો સણસણતો આક્ષેપ પણ લેખિતમાં કરી તંત્રના ગાલ પર ના દેખાય એવો તમાચો માર્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમ મકવાણા નામના યુવાને જિલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી છે. વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર એવા ગૌતમભાઈ પોતે સામાજિક સેવા કરતા હોવાના દાવા સાથે દારૂ વેચવાની મંજુરી માંગતી રજૂઆત લેખિતમાં કરી છે.

તેમના જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં બેફામ રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને પોલીસ તંત્રને હપ્તા આપીને દારૂ વેચવામાં આવી રહ્યો છે. તેથી જ તેમને પણ તાત્કાલિક દારૂ વેચવા મંજુરી આપવી જાેઈએ એવી માંગ કરી છે. અને સાથો સાથ આ માટે જે પણ પૈસા આપવા પડે એ માટે તેઓ તૈયાર છે.

દારૂબંધીના નામે જે રીતે હપ્તાખોરીથી દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ થવું જાેઈએ અન્યથા તેમને પણ દારૂ વેચવા માટે મંજુરી આપવી જાેઈએ. આ રજૂઆતથી સમગ્ર મોરબી તંત્રમાં ચકચાર મચી છે. એક સમય યુવાને આવી રજૂઆત કરીને તંત્રના ગાલ પર જાેરદાર તમાચો માર્યો છે. હવે આ રજૂઆત બાદ તંત્ર શું કરે છે એ જાેવાનું રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/