fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલમાં બાર વર્ષની યુવતી સાથે એક શખ્સે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

ગોંડલમાં ફરી એક વખત દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. માત્ર બાર વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા વરદાન પણ છે તો સાથોસાથ સોશિયલ મીડિયાના વણજાેઈતા ઉપયોગ તેમજ દુરુપયોગ શ્રાપિત પણ સાબિત થાય છે. આજના ટીનેજર લઈ પુખ્ત વયના લોકો સુધી સૌ કોઇ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની ૧૨ વર્ષની સગીરા ગોંડલના શખ્સ સાથે સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવેલી સગીરાનું અપહરણ કરી તેને ગોંડલ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


ગોંડલ શહેરમાં ફરી એક વખત હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ તાલુકાના મોવિયા ગામે માતા-પિતા વિનાની સગીરા ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી ગોંડલના વિરાજ ઉર્ફે વીરુ પરેશભાઈ ગોસ્વામી ના સંપર્કમાં આવી હતી. વિરાજ ઉર્ફે વીરુ, અક્ષય કિશોરભાઈ સોલંકી અને અવી મુકેશભાઈ સોલંકી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે કે તેના સાથીમિત્રો દ્વારા અક્ષય સોલંકી દ્વારા સગીરા સાથે અડપલાં કરવામાં આવ્યા હતા. જ્યારે કે, અવી સોલંકી અપહરણ કરવામાં પોતાની ફોરવીલ કારનો ઉપયોગ કરી મદદ કરી હતી.

પોલીસ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૫૪, ૧૧૪ તેમજ પોકસો ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

આરોપી વિરાજ ગોંડલ પાંજરાપોળ પાસે પાનની દુકાન ચલાવે છે જ્યારે કે અવી મુકેશભાઈ સોલંકી પણ પાનની દુકાન ચલાવે છે જ્યારે કે અન્ય આરોપી અક્ષય કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.


આરોપીઓએ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી દોઢથી બે કલાક બાદ તેને પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. ત્યારબાદ સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચીને તેને સઘળી હકીકત પોતાના પરિવારજનોને જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/