fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોરોનાના કારણે સાસણ ગામના ૪૦૦ પરિવારોની હાલત કફોડી બની

સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહો માટે જગવિખ્યાત સાસણ આજે કોરોનાને લીધે સિંહદર્શન બંધ હોવાથી બેરોજગારીના ખપ્પરમાં ધસી ગયું છે, ૪૦૦૦ની વસ્તીના નાના એવા સાસણ ગામના ૪૦૦ પરિવારો માત્રને માત્ર સિંહ દર્શનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં કોરોનાને લીધે અનેકવાર બંધ કરાયેલ સિંહ દર્શનને લીધે આજે આ પરિવારોની આર્થિક હાલત એકદમ નબળી બની ગઈ છે, પરિવારનું ગુજરાન ચલાવવા અહીના જીપ્સીના ડ્રાઈવરો, ગાઈડોને ના છુટકે મજુરી કરીને જે મળે તેમાંથી ઘરનું ગુજરાન ચલાવવું પડે તેવી નોબત આવી છે.

સાસણના સરપંચ જુમ્માભાઈ કટિયાએ જણાવ્યું કે, સાસણ એક એવું ગામ છે, ત્યાના લોકો સમગ્ર વિશ્વને સિંહ બતાવવાનું કામ કરે છે, એટલે ગેરકાયદે નહી પરંતુ કાયદેસર જીપ્સીના વ્યવસાય કરીને તો અમુક તેમાં ગાઈડ તરીકે, તો હવે તો મહિલાઓ પર ગાઈડ બનીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા લાગી છે. સાસણમાં સેન્ચ્યુરી વિભાગમાં ૧૮૦ જીપ્સી અને દેવળિયામાં ૭૦ જીપ્સી સાથે સંકળાયેલા તેના બે-બે ડ્રાઈવરો, ગાઈડ લોકો તેમના પરિવારનું માત્ર ને માત્ર સિંહ દર્શન થકી ગુજરાન ચલાવે છે.

પરંતુ તેમનો મુખ્ય વ્યવસાય સિંહ દર્શન કોરોનાને લીધે છેલ્લા બે વર્ષમાં માત્ર છ મહિના માંડ ચાલ્યો હશે તેમાં પણ અનેક નિયમોને કારણે પૂરતા પ્રમાણમાં આવક ન થતા આખા વર્ષનું ગુજરાન ચાલે તેટલી કમાણી થયેલ નથી, જેને પૂરી કરવા માટે ના છુટકે ડ્રાઈવરો, ગાઈડ લોકો મજુરી કરવા મજબુર બન્યા છે, કેટલાક લોકો કેરીના બગીચામાં મજુરી કામે જતા હતા, પરંતુ ઓણસાલ વાવાઝોડાને લીધે કેરીનો પણ સફયો બોલી ગયો છે. ઉનાળાની બે સીઝન મહત્વની હોય છે, જે નિષ્ફ્ળ રહી છે. ૪૦૦ જેટલા લોકો આર્થીક કટોકટી ભોગવી રહ્યા છે.

જાે કે હવે ૧૫ જુનથી ઓક્ટોમ્બર સુધી તો સિંહોનું વેકેશન રહેશે, પરંતુ હાલ કોરોના ધીમો પડતા દેવળિયા શરૂ કરવા સરપંચે માંગ કરી છે, તો તેને શરુ કરવા માટે વન વિભાગે હકારાત્મક અભિપ્રાય મોકલ્યો છે, સંભવત ૧૫-૧૭ જુને ઝૂ, પ્રાણી સંગ્રહાલયની સાથે દેવળિયા શરુ થાય તેવી આશા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/