fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની વ્હાલસોયી અંબા ઇટાલીના મા-બાપના ઘરે ઉછરશે

રાજકોટની ભાગોળે ર્નિજન સ્થળેથી છાતીમા ઈજાના નિશાન અને શ્વાને દાંત ભરાવેલી હાલતમા જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા મળેલી એક નવજાત બાળકી મોત સામેનો જંગ તો જીતી જ ગઈ સાથે તે હવે પૂરા રાજકોટની વ્હાલસોયી ‘અંબા’ બની ને આખરે ઇટાલીના મા-બાપના ઘરે ઉછરવાની છે.

વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં રાજકોટના કાળીપાટ પાસેથી બરફ્‌ ભાંગવાના સૂયાથી ગંભીર નવજાત શિશુને શ્વાન મોઢામાં ઉઠાવી લઇ જતા હોવાની દર્દનાક ઘટના બનતા તે સમયે ત્યાં ક્રિકેટ રમતા બાળકોએ શ્વાનના મુખમાંથી છોડાવી અને તે બાળકીને કલેકટર તંત્રની મદદથી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.
તે સમયે ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલે કલેકટર રેમ્યા મોહનને ઘટનાની વાત કર્યા બાદ તે બાળકીની સારવાર માટે તમામ પ્રયાસો કરવા સુચના આપતા ડેપ્યુટી કલેકટર અને સમાજ સુરક્ષાના મિત્સુ વ્યાસ હોસ્પિટલમાં દરરોજ તેની ખબર અંતર પૂછવા જતા. જે બાદ કોરોના મહામારી શરુ થતા બાળકીને સીવીલમાં સંક્રમણનું જાેખમ હોવાના ડરે ખાનગી અમૃતા હોસ્પિટલમાં દાખલ કરાઈ.

જ્યાં ત્રણ માસ સુધી સારવાર ચાલી ત્યાં સુધી દેખભાળ રખાઈ અને રાજ્ય સરકારે દીકરીની સારવારનો સાડા છ લાખનો ખર્ચ આપ્યો. જેને પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવતે તે બાળકીનું અંબા નામ આપ્યું. બાળકી સ્વસ્થ થતા તેને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં રખાઈ હતી. પ્રમુખ હરેશ વોરાના જણાવ્યા પ્રમાણે અંબાને સ્પેશ્યલ કેટેગરીમાં મુકાઈ હોવાથી ઇટાલીના દંપતિએ બાળકીને દતક લેવાનો ર્નિણય કર્યો છે. કમ્પ્યુટર એન્જીનીયર પિતા ગુંથર અન્ટ્રેઈનર અને નર્સ માતા પ્લેન્ક કેટરીનની દીકરી બનશે અંબા. ઇટાલીના વિઝા, પાસપોર્ટ, કોર્ટમાં એફ્ડિેવિટ સહીતની પ્રક્રિયા બાદ એટલે કે ચાર માસ પછી બાળકીને તે દંપતી દતક લઇ જઈ શકશે.

Follow Me:

Related Posts