fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલમાં સોનાની વરખ પર નકલી દાગીના પધરાવનાર ૭ ઝડપાયા

ગોંડલમાં મુથુટ ફિનકોર્પ કંપનીમા નવ શખ્સોએ સાઠગાંઠ રચી બનાવટી સોનુ ગીરવે મૂકી રૂપિયા ૨૨,૬૦,૩૬૨ની લોન મેળવી છેતરપિંડી કરી હતી. ૯ શખ્સોએ ૧૩ ગોલ્ડ લોન લેવામાં આવી હતી. અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની વરખથી જાડો ઢાળ ચડાવી છેતરપિંડી કરી હતી. આથી મુથુટ ફિનકોર્પ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જાેષીએ ગોંડલ સિટી પોલીસ મથકમાં ૯ શખ્સો વિરદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ૯માંથી ૭ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાધ ધરી છે.

ગોંડલમાં મુથુટ ફિનકોર્પ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં નવ જેટલા શખ્સોએ બનાવટી સોનુ મૂકી ૧૩ ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. ૨૨,૬૦,૩૬૩ રૂપિયાની છેતરપિંડી કરતા ગોંડલ શહેર પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદના આધારે ગોંડલ શહેર પોલીસે ૭ શખ્સો પ્રશાંત હરેશભાઈ વાજા, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ, ઇમરાન ફારૂકભાઇ સમા, મેરુંન દિનેશભાઈ ફાગલી, ફિરોજ છોટુભાઈ સિપાહી, કરણ રમેશભાઈ તન્ના અને દેવેન સુરેશભાઈ રાજગુરુને પકડી પાડ્યા છે. જ્યારે બે આરોપી આશિષ જીતેન્દ્રભાઈ ખખ્ખર અને ધર્મેશ મનસુખભાઈ મકવાણાને પકડવા તપાસ હાથી ધરી છે.

આ છેતરપિંડીના કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજ્યગુરુ દ્વારા મુથૂટ ફાયનાન્સની ઓફિસે આવી નોટરીની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન લેતી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ લોનની રકમ ભરપાય કરવાની બાંહેધરી આપી હતી.

Follow Me:

Related Posts