fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરના રાણાવાવ નજીક બીલગંગા નદીના પુલ પાસે નવજાત શિશુ મળી આવ્યું

રાણાવાવ નજીક બીલગંગા નદીના પુલ પરના રસ્તેથી એક નવજાત શિશુ મળી આવ્યું, નવજાત શિશુ બાળક છે. કોઈએ આબરૂની બીકે બાળકને રાત્રીના સમયે ત્યજી દીધું હોવાનું માની પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

હનુમાન ગઢથી રાણાવાવ તરફ આવતા બીલગંગા નદીના પુલ પર ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યાના સમયે રસ્તા પર એક નવજાત બાળક કોઈએ ત્યજી દીધું હતું. અહીંથી પસાર થનાર ટ્રેકટર ચાલકને ધ્યાને આવતા તેણે જીઆરડીને જાણ કરી હતી. બાદ રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ નવજાત શિશુનો કબજાે લીધો હતો અને પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે બાળકની સંભાળ માટે દાખલ કર્યું હતું. આ અંગે જીઆરડી મયુર નારણભાઇ વેગડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ નવજાત શિશુ દીકરો છે. સામાન્ય સંજાેગોમાં દીકરી પસંદ ન હોવાથી નવજાત દીકરીને ત્યજી દેવામાં આવતી હોવાના બનાવો સામે આવે છે ત્યારે આ નવજાત શિશુ દીકરો છે. ત્યારે પોલીસ એવું માની રહી છે કે, કોઈ સગીરા કે યુવતી કુંવારી માતા બની હશે અને પોતાની આબરૂ બચાવવા આ બાળકને ત્યજી દીધું હશે. રસ્તા પર મોડી રાત્રે નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર જાગી છે.

બીલગંગા નદીના પુલ પર રસ્તા વચ્ચે ત્યજી દેનાર નવજાત બાળકને પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બાદ આ શિશુની વધુ સારસંભાળ માટે જામનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪ નવજાત મળી આવ્યા હતા જેમાં ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૯ અને ૨૦૨૧મા નવજાત શિશુઓ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યા હતા. તેમ અધિકારીઓએ જણાવ્યું છે.

નિવૃત થયેલ બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું, આવા બાળકોની ઓનલાઈન ડિટેઇલ હોય છે અને જે નિઃ સંતાન દંપતીઓ છે અને બાળકોને દત્તક લેવા માંગતા હોય તેઓ એપ્લિકેશન કરે છે. ભારતમાં દત્તક લેવા ઇરછતા ૫૦૦૦ વાલીઓ વેઇટિંગમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/