fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ધમધમતા હાઈપ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશઃ ૩ની ધરપકડ

રાજકોટમાં આમ તો અનેક હોટલોમાં ગેરકાયદે ધંધાઓ ચાલી રહ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહી છે ત્યારે મુંબઈ એનજીઓને મળેલી બાતમી આધારે મહિલા પોલીસે સદર બજારમાં આવેલ હોટલ પાર્કઇનમાં દરોડો પાડતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે પોલીસે બંગાળની લલનાને સાક્ષી બનાવી રાજકોટના દલાલ મહિલા-પુરુષ અને હોટલના મેનેજરની ધરપકડ કરી છે મુંબઈ એનજીઓને સગીરાને ગોંધી રખાઈ હોવાની માહિતી આધારે ચેક કરતા બે મહિનાથી હોટલમાં ગોંધી રખાયેલી સગીરાને પણ મુક્ત કરાવાઈ છે જયારે સગીરાને લાવનાર અલીગઢનો શખ્સ નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

મુંબઈ એનજીઓના અવિંશ લુહાર, નુર મહમદ અલી, હની મુકેશ અગ્રવાલ સહિતનાઓએ રાજકોટ આવી સદર બજારમાં આવેલ હોટલ પાર્કઈનમાં એક સગીરાને સંતોષ નામના શખ્સે રાખી હોવાની માહિતી મહિલા પોલીસને આપતા પીઆઈ સેજલબેન પટેલ, પીએસઆઈ જી જે ચોધરી, સમાજ સુરક્ષા ખાતાના અધિકારીઓએ હોટલમાં દરોડો પાડયો હતો. દરમિયાન રૂમ નંબર ૧૦૨માંથી વેસ્ટ બંગાળની એક લલના મળી આવી હતી. તેની પુછતાછ કરતા પોતાને મૂળ વડોદરાના હાલ વિરાટ મેઈન રોડ ઉપર રહેતા જયશ્રીબેન મનવીરભાઈ ઉફ્રે મુન્નાભાઈ વજુભાઈ ચાવડા અને કાઉન્ટર પાસે ઉભેલો મૂળ કેશોદના હાલ રામનગરના પ્રભુદાસ ઉફ્રે દાસભાઈ ચંદુભાઈ કક્કડ હોટલમાં લાવી રૂમ બુક કરાવી તેની પાસે દેહ વ્યાપાર કરાવતો હોવાની કબુલાત આપતા પોલીસે બંને દલાલ મહિલા-પુરુષ વિરુદ્ધ ઇમોરલ એક્ટ હેઠળ પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જયશ્રીબેન બહારથી ગ્રાહકો શોધી લાવતી અને ગ્રાહક દીઠ ૨૦૦૦ લઇ ૫૦૦ લલનાને આપતા અને બાકીના પૈસાનો બંને ભાગ પાડી લેતા હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ બંને દલાલ પાસેથી ૨૦ હજાર રોકડા કબજે કર્યા છે તેમજ મેનેજર મેહુલ બેચરભાઈ તોરલીયાની પણ આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ એનજીઓને સગીરાની બાતમી હોય જેથી ઉપર ચેક કરતા રૂમ નંબર ૪૦૫માંથી બાતમીવાળી બાળકી મળી આવતા તેની પુછતાછ કરતા તેણીને બે મહિનાથી અલીગઢનો સંતોષ નામનો શખ્સ લાવ્યો હોવાનું અને પોતે ચાર દિવસથી મથુરા ગયો હોવાનું જણાવતા તેણીને સ્પેશ્યલ હોમ ફેર ગર્લ્સ ખાતે રાખવામાં આવી છે, અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા તેણીને કાઉન્સેલીંગ કરવા તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/