ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં NSUI અને કોંગી કાર્યકરોએ રેલ્વે ટ્રેક પર ધરણાં કર્યા
રાજકોટમાં આજે એનએસયુઆઇ અને કોંગી કાર્યકરો દ્વારા રેલવે ટ્રેક પર બેસી ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં ધરણા કર્યા હતા. આ ધરણામાં કાર્યકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અઘટિત બનાવ બને એ પહેલા જ પોલીસ દ્વારા એનએસયુઆઇ અને કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
રાજુલામાં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાય છે. આ મુદ્દે કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની માગણી કરી હતી કે, રાજુલામાં રેલવેની બિનઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે.
પરંતુ રાજુલા રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીનનો કબજાે સોંપવામાં ના આવતા અને રસ્તામાં બેરીકેટ ઉભા કરવામાં આવતા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા છેલ્લા ૧૨થી વધુ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ બનાવ મુદ્દે આજે રાજકોટમાં કોંગી કાર્યકરો દ્વારા ભાજપના સાંસદ અને સ્થાનિક નેતાઓના ઈશારે રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ બાબતે સમ્રગ ગુજરાતમા રેલવે રોકો આંદોલનો કાર્યક્રમ હોવાથી આજે એનએસયુઆઇ ,યુવક કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો ધારાસભ્યના સમર્થનમા અમીનમાર્ગ પાસે આવેલા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો.જાે કે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરતા ભાજપ સરકાર અને રેલવે વિભાગ હાય હાયના નારા લાગ્યા હતા.
Recent Comments