નશામાં ચૂર પતિ પત્નિને ગુપ્તાંગમાં બચકાં ભરી ત્રાસ ગુજારતો
રાજ્યમાં મહિલાઓ પર હવે શારીરિક ત્રાસના કેસો વધી રહ્યા છે, ત્યારે હવે લોકોને વિકૃતિની હદ વટાવતી ઘટનાઓ સામે આવતી હોય છે. આવો એક કિસ્સો હાલ રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં નશામાં ચૂર પતિએ પત્ની સાથે વિકૃત સેક્સલીલા આચરી હતી. જેમાં પાશવી ત્રાસથી પત્નીએ ફ્નિાઈલ પી લીધું હતું. પરંતુ સદ્દનસીબે મહિલાને હોસ્પિટલમાં ખસેડી બચાવી લેવામાં આવી છે. નશામાં ચૂર પતિએ તારી સાથે હવે મજા નથી આવતી, હાડકા લાગે છે કહીને ગુપ્તાંગમાં બચકા ભર્યા હતા.
રાજકોટની ભાગોળે રહેતી પરિણીતાને તેના પતિએ દારૂ ઢીચી, મારકૂટ કરી ત્રાસ ગુજારતા તેણીએ ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલે ખસેડાઈ છે પતિએ ગુપ્તાંગમાં બચકા ભર્યાનો આક્ષેપ કરતા તાલુકા પોલીસે અટકાયતી પગલા લીધા છે.
શહેરના ભીમનગરમાં રહેતા રીટાબેન રવિભાઈ વાઘેલા ઉ.૩૦ નામની પરિણીતાએ ફ્નિાઈલ પી લેતા તેણીને હોસ્પીટલે ખસેડાઈ હતી પ્રાથમિક તપાસમાં તેણીના આ ત્રીજા લગ્ન હોવાનું જાણવા મળ્યું હતું તેણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પતિ રવીએ પંદર દિવસ પૂર્વે ચિક્કાર દારૂનો નશો કરી શરીરસુખ માણ્યું હતું અને ગુપ્તાંગમાં બચકા ભર્યા હતા.
જેથી તેણીને પીડા થતા ડોક્ટર પાસે લઇ જવાનું કહ્યું છતાં લઇ ગયો ન હતો પોતે પોતાની રીતે જવાનું કહેતા તેણે બચકા ભર્યા છે તેવું કહીશ તો ઘરમાં આવવા નહિ દવ તેવી ધમકી આપી હતી સારવાર નહિ મળતા ગુપ્તાંગ પર રસી થઇ ગઈ હતી ૧૨ વર્ષથી પતિના ત્રાસથી કંટાળી તેણીએ ફ્નિાઈલ પી લીધી હતી.
દારૂ પીને બાળકોને પણ મારકૂટ કરતો હતો તેમજ હવે તારામાં મજા નથી આવતી, હાડકા લાગે છે તેવું પણ કહેતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દંપતીના ઝઘડા અંગે તાલુકા પીઆઈ ધોળા સહિતના સ્ટાફ્ે રવી વાઘેલા વિરુદ્ધ અટકાયતી પગલા લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments