fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં કોંગી મહિલાઓએ પાણીમાં ભજીયા તળી મોંઘવારીનો વિરોધ કર્યો

પેટ્રોલથી માંડીને તેલના ભાવ દિવસે ને દિવસે આકાશે આંબી રહ્યા છે. ત્યારે એકતરફ કોરોનાના લીધે ધંધાપાણી ભાગી પડ્યા છે. તો બીજી તરફ મોંઘવારીની મારના લીધે જીવન નિર્વાહ કરવો કઠીન બની ગયો છે.

ત્યારે જૂનાગઢ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરીયાની આગેવાનીમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

“બહોત હુઇ મહેંગાઇ કી માર” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયા, વર્ષાબેન લીંબડ,કારીબેન, રેહમતબેન તેમજ જુનાગઢ શહેરના તમામ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/