fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરના ધ્રોલમાંથી દારુ સહિત ૨૭ લાખનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો

બુટલેગરો અને તેમના ખેપિયાઓ જે સમયે અંગ્રેજી દારૂનું કટીંગ કરી રહ્યાં હતા એ સમયે જ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ત્રાટકી હતી. અને સ્થળ પરથી પોલીસે દારૂની બોટલો સહિત કુલ ૨૭ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના તૈયારા ગામની સીમમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૮૦૮ તથા બીયર ટીન- ૨૩૬૩ ના અન્ય મુદામાલ મળી કુલ ૨૭ લાખ રૂપિયાના માતબર જથ્થા સાથે બે ઇસમને જામનગર એલ.સી.બી.એ ઝડપી પડ્યા છે.

એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેઇડ કાર્યવાહી કરતા આરોપીઓ ( ૧ ) હુશેનભાઇ ઉર્ફે બાવ અકબરભાઇ બ્લોચ રહે . ગુલાબનગર , તાડીયા હનુમાન મંદિર પાસે , જામનગર ( ૨ ) સલીમભાઇ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણ રહે . અલીયાબાડા હબીબનગર , હુશેની ચોક , તા.જી.જામનગર નાઓ પકડાઇ ગયેલ જે બન્ને ના કન્નાની ટ્રકમાંથી મેકડોવેલસ વ્હીસકી દારૂ ની બોટલ નંગ- ૮૦૮ કિ.રૂ ૩,૨૩,૨૦૦, બીયર ટીન- ૨૩ ૬૩ કિ.રૂ .૨,૩ ૬,૩૦૦ ટોરસ ટ્રક નંબર જી.જે .૧૮ એયુ ૮૩૭૮ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦, મોબાઇલ ફોન -૦૩ કિ.રૂ.૫૦૦૦, પ્લાસ્ટકીનના દાણા ભરેલ બોરીઓ નંગ- ૫૯૫ કિ.રૂ .૧૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજર કરેલ છે તેમજ ઇંગ્લીશ દારૂમા આરોપીઓ યાસીનભાઇ ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી, કાસમભાઇ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી તથા દારૂ સપ્લાય કરનારને અટક કરવાના બાકી છે.

આરોપીઓ વિરૂધ્ધમાં એ.એસ.આઇ. હરપાલસિંહ સોઢા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ કે . કે.ગોહિલએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બન્ને આરોપીઓએ ટ્રકમાં દમણ મુકામેથી પ્લાસ્ટીકના દાણાની બોરીની વચ્ચે ટ્રક મા સંતાડેલ ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/