fbpx
સૌરાષ્ટ - કચ્છ

ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કમાં રાજકોટે ૪ સ્ટાર મેળવ્યા. ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પણ પસંદગી કરાઈ

ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કએ ભારતીય શહેરોમા ટેક્લાયમેટ (આબોહવા)ને લગતા પરિમાણો પરનું પ્રથમ પ્રકારનું શહેર આકારણીનું માળખું છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયે ફેબ્રુઆરી ૨૦૧૯માં તેની શરૂઆત કરી હતી. ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અંતર્ગત શહેરોનું તેમની હાલની ક્લાયમેટની પરિસ્થિતિ અને તે અંતર્ગત ક્લાયમેટ રેસિલિઅન્સ માટે શહેરોએ લીધેલા પગલાંઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨૬ શહેરે ભાગ લીધો હતો. જેમાં ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કમાં રાજકોટ શહેરે ૪ સ્ટાર મેળવ્યા છે. ૧૨૬ શહેરમાંથી માત્ર ૯ને ૪ સ્ટાર રેટિંગ મળ્યા છે. તેમજ ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પસંદગી થઈ છે.

શહેરોને તેમની કામગીરીને આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. રાજકોટ શહેરને તેની કામગીરીમા ટેક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અંતર્ગત ૪ સ્ટાર મળ્યા છે. જે જાહેર કરેલા પરિણામોમાં કોઈ પણ શહેરને મળેલ સૌથી વધુ રેન્કિંગ છે. રાજકોટે કરેલી તમામ કામગીરીઓમાંથી શહેરના એનર્જી એફિસિએંટ એલઇડી સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો સિટીઝ રેડીનેસરિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરે આ મૂલ્યાંકનમાં એસડીસી ફન્ડેડ ઝ્રટ્ઠॅટ્ઠ ઝ્રૈં્‌ૈંઈજી પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો.

ચોમાસાની ઋતુને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સૂન કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી સાથે મિટિંગ યોજી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને અત્યંત ગંભીરતાથી હાથ પર લીધો છે અને તંત્રની કામગીરીમાં કચાશ ના રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

Follow Me:

Related Posts