fbpx
સૌરાષ્ટ - કચ્છ

હળવદમાં પ્રેમી-પંખીડાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી

પ્રેમ સંબંધના કારણે લોકો ન કરવાનું કરી બેસતા હોય છે. પ્રેમમાં અંધ બની અને આત્મહત્યાનો અમદાવાદનો કિસ્સો બન્યાને ૨૪ કલાક પણ નથી થયા એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ એક નહિ થવા દે ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામે રહેતા સહદેવ ભાઈ જસમતભાઈ અઘરા અને કાજલ બેન છગનભાઈ કોળી આજે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દેવા ના ડરે બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવની જાણ થતાં સુખપર ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts