કચ્છમાં બ્લેક ફંગસથી વધુ એક મોત સાથે કુલ મરણાંક પાંચ થયોઃ ૪૧ હજુ સારવાર હેઠળ

કચ્છમાં મ્યુકરમાઇકોસિસના અત્યાર સુધી ભુજની જી.કે. જનરલમાં ૪૧ દર્દી સારવાર માટે દાખલ થઇ ચૂકયા છે જેમાંથી તાજેતરમાં એક દર્દીનું મૃત્યુ થયું હતું તે સહિત કુલ પાંચ દર્દીનાં મૃત્યુ નોંધાયાં છે. હૉસ્પિટલમાંથી અગાઉ પાંચ દાખલ થયેલા દર્દી પોતાની મરજીથી સારવાર છોડી ગયા હતા તેમાં વધુ એક દર્દી છોડી જતાં હવે સંખ્યા છ થઇ છે.
અગાઉ સાત દર્દીઓને સ્વસ્થ થતાં રજા અપાઇ હતી હવે વધુ સાત સાજા થતાં ૪૧માંથી સાજા થનારા કુલ ૧૪ દર્દી થયા છે. સ્થાનિકે અપાતી સારવાર કરતાં વધારે તજજ્ઞની સારવારની જરૂર જણાતાં તાજેતરના બે સહિત કુલ ૧૧ને હાયર સેન્ટર મોકલાવાયા છે. હાલે ચાર સારવાર હેઠળ અને એક ઓપરેશન બાદની સારવાર લઇ રહ્યા છે.
Recent Comments