fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની પ્રખ્યાત શિવશક્તિ ડેરીમાં એક જ પરિવારના ૪ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

રાજકોટના મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશનની સામે આવેલી નામાંકિત શિવ શક્તિ ડેરી ફાર્મની અંદર આજે બપોરના સમયે ૪ લોકોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ૧૦૮ મારફત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માલવીયાનગર પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

પરંતુ આ મુદ્દે હજી સુધીએ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, તેઓ ગૌતમનગર વિસ્તારમાં રહે છે. આ જગ્યા પર છેલ્લા ૩૦થી ૩૫ વર્ષ થયા જમીન વેચાતી લઈને કાચા પાકા મકાનો બનાવીને રહે છે. આ જમીન એક હજાર રૂપિયે વાર હતી. ત્યારથી ખરીદી અત્યારે એક લાખની વા૨ જમીન છે. આવી તેજીનાં ભાવથી અમુક લોકો માથાભારે ઝનૂની લાગવગવાળા રાજકીય ઓથ ધરાવનારા અને પૈસાપાત્ર લોકોની નજર આ જમીન ઉપ૨ પડી છે. આથી ઘણા સમય પહેલા અમારી જાણ બહાર આ જમીનના સાચા ખોટા કાગળીયા બનાવી અમોને અહીંથી કાઢી મૂકવા ષડયંત્ર ગોઠવાય ગયું છે. જેમાં શામ, દામ, દંડ, ભેદ નીતિ રીતિ અપનાવાય રહી છે.

સમગ્ર ષડયંત્ર રચનાર જીતુભાઈ વસોયા, શિવશક્તિ ડેરીના મલિક જગદીશભાઈ અકબરી, વિનુભાઈ ઠુમર આ ત્રણેય શખ્સો પડદા પાછળ રહીને પોતાની મેલી મુરાદ પાર પાડવા અમોને અમારા પરિવારને ગુંડા અને અસામાજિક તત્વો ધાક ધમકીઓ આપે છે. તેમજ મારી નાખવાની ધમકીઓ આપે છે. હાથ-પગ, ટાટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપે છે. ઉપરાંત અમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બેફામ ગાળો બોલે છે. આથી અમે ક્યાંય કામ-ધંધે કે મજૂરીએ જઈ શકતા નથી. ઉ૫૨ આકાશ અને નીચે ધરતી અને ઉપર જાતા ચોમાસાની ઋતુ. અમારે જીવવું મહામુશ્કેલ બની ગયું છે.
આજે બપોરના સમયે શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠીયાએ શિવશક્તિ ડેરી ખાતે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડેરીના મલિક સહિત ૩ લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ફિનાઈલ પીનાર ચારેયને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે.
ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી અઈચ્છનિય બનાવ બને નહીં. જાેકે, ઘટનાની જાણ થતા સમાજના આગેવાનો એકત્ર થઇ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને પોલીસ પણ ચારેયની તબિયત સ્વસ્થ થતા નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/