fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ગૌપ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એક ગૌપ્રમી કાનુ કુબાવતે પોતાના હાથમાં સિરીંઝ ભરાવી લોહી કાઢી આવેદનપત્ર પર લખ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગમાં શહેરની જુદી જુદી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ જાેડાય હતી. ૧૭૦ દિવસથી દિલ્હીમાં ધરણામાં બેઠેલા અર્જુન આંબલિયાના સમર્થનમાં આજે ધાર્મિક સંગઠનો પણ આવ્યા છે. ગુજરાતી પાસે ગુજરાતીઓ માંગ કરે છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોના સુત્રોચ્ચાર કર્યા હતા.


ગૌ પ્રેમી નિખિલ નિમાવતે જણાવ્યું હતું કે, અમે આજે સમગ્ર રાજકોટ શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી એટલી જ માગ છે કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. જ્યારે નરેન્દ્ર મોદીનનું વચન છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરીશું. ગાય આપણી માતા છે અને ૩૩ કરોડ દેવતાઓ તેમાં વાસ કરે છે. રાજકોટમાં ખુલ્લેઆમ કતલખાનામાં ગાય માતાને કાપવામાં આવી રહી છે. આથી અમારી માગણી છે કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. સમગ્ર ગુજરાતમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે.


કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ગૌપ્રેમીઓએ વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, હું મારા લોહીથી લખું કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો, ૨૦૧૪માં વચન આપેલું કે ગાયને રાષ્ટ્રીય માતા બનાવીશું તે પુરૂ ક્યારે થશે?, ગુજરાતી પાસે ગુજરાતી માગે છે ગાયને રાષ્ટ્રીય માતા બનાવો.

Follow Me:

Related Posts