fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ધો.૮ની વિદ્યાર્થીની સાથે બહેનપણીના ભાઇએ લગ્નની લાલચે દુષ્કર્મ આચરતા ખળભળાટ

રાજકોટમાં ઘોર કળિયુગની યાદ અપાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધો.૮ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઈએ જ નજર બગાડી હતી. વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હવસ સંતાષાતાં આરોપીએ વિદ્યાર્થિનીને કહી દીધું કે હવે તારે અને મારે કઈ નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે, આથી વિદ્યાર્થિનીએ પરિવારજનોને જાણ કરતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ધો.૮માં ભણતી વિદ્યાર્થિની પર બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે લગ્ન કરવા સગીરાને શખસે સુરત બોલાવ્યા બાદ કહ્યું કે હવે તારે અને મારે કઈ નહીં, આથી યુવતી તેના સંબંધીના ઘરે ગયા બાદ ત્યાંથી રાજકોટ પરત ફરી હતી. બાદમાં રાજકોટ આવી માતાને હકીકત જણાવતાં બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર, પોક્સો, હેઠળ ગુનો નોંધી તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવી છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની બહેનપણીના ઘરે કોઈ પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુંબિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો, આથી શેખર સાથે મારી પુત્રીને પરિચય થતાં બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતાં હતાં. મારી પુત્રીને શેખર સાથે ગયા વર્ષે જૂન-૨૦૨૦માં પરિચય થયો હતો. પુત્રીને શેખરે લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

શેખર રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ વાત કર્યા બાદ સંપર્ક તોડી નાખતાં અને પુત્રીને મેસેજમાં જવાબ ન આપતાં એકવાર મારી પુત્રીએ લગ્ન બાબતે પૂછતાં શેખરે જણાવ્યુ હતું કે તું અહીં આવી જા, આપણે સુરત લગ્ન કરી લઇશું, આથી મારી દીકરી પરિવારને કહ્યા વગર જ સુરત પહોંચી ગઇ હતી. ત્યાં સુરતમાં દીકરી શેખરને મળ્યા બાદ થોડા કલાકો સાથે રહ્યા બાદ શેખરે કહ્યું, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે.

આથી સગીરા નિરાશ થઇને તેના કૌટુંબિકના ઘરે જતી રહી હતી. એ સમયે રાજકોટ રહેતા તેમનાં પરિવારજનો સગીરાને શોધતાં હતાં. સગીરા સુરત હોવાનું માલૂમ થયા બાદ રાજકોટ પરત ફરતાં થોડા સમય ઉદાસ રહેતાં માતાએ પૂછતાં સગીર પુત્રીએ તમામ હકીકત જણાવી હતી અને તરત જ બી-ડિવિઝન પોલીસે પહોંચી ગયા હતા. પીઆઇ ઔસુરા, પીએસઆઇ કોડિયાતર અને મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી ફરિયાદ નોંધાવી હતી. સુરતના શેખર આહુજા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવતાં પીએસઆઇ લાઠિયા તપાસ ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/