fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર સહકારી બેંકના હોદ્દેદારોની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો

જામનગર જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારોની ચૂંટણીમાં આજે કોંગ્રેસ પ્રેરિત જૂથ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ પ્રેરિત સફળ થયું છે. જામનગર સહકારી બેંકના નવા ચેરમેન તરીકે ભાજપના અગ્રણી પી.એસ.જાડેજા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
જામનગર જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટરો માટે અગાઉ મતદાન પૂર્ણ થયા બાદ ડાયરેક્ટરો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોદ્દેદારોની ચૂંટણી થઇ હતી. પરંતુ આજે જામનગર શહેરમાં મહેસુલ સેવા સદન ખાતે જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જાેકે જામનગર જિલ્લા સહકારી બેંકમાં કુલ ૧૨ ડાયરેક્ટર ભાજપ પ્રેરિત જૂથના હોય જેથી ચૂંટણીની પ્રક્રિયા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લા સહકારી બેંક ના નવા ચેરમેન તરીકે પીએસ જાડેજા તેમજ વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ વાદી તથા એમડી તરીકે લુડા પાસુ ભર્યા અને એપેક્સ બેંકના ડાયરેકટર તરીકે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા ની વરણી કરવામાં આવી હતી. જાેકે ચૂંટણીની પ્રક્રિયા સમયે જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/