fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર યુનિ.માં માટી કૌભાંડ મામલે એનએસયુઆઇનો હોબાળો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના બ્યુટીફીકેશનમાં થયેલા માટીના કૌભાંડ મામલે આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર એનએસયુઆઇ દ્વારા કુલપતિ સમક્ષ હલાબોલ કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને રજિસ્ટ્રાર રાજીનામુ આપે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ રજુઆતમાં કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ શહેર એનએસયુઆઇ દ્વારા આજે કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષના બ્યુટીફીકેશન માટે થયેલ માટી કૌભાંડમાં જવાબદાર સામે કડક પગલાં લેવા તેમજ વારંવાર થતા ભ્રષ્ટાચાર બંધ કરવા માંગ કરી હતી. આ સમયે એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા હાય રે યુનિવર્સિટી હાય, રજિસ્ટ્રાર જતીન સોની રાજીનામુ આપો ના ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. જાે કે આ સમયે એનએસયુઆઇ દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતિન સોનીની આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા પુરાવાઓના આધારે સામે આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે જતિન સોની પાસેથી ચાર્જ લઇ લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. આ માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ તખ્તો પણ તૈયાર કરી લીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/