રાજકોટમાં વૃધ્ધે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી

રાજકોટમાં ફરી લોકડાઉન અને કોરોનાને કારણે આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.જ્યાં રૈયાધારે ગ્રીનસીટી હાઇટસમાં રહેતા વૃઘ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. લોકડાઉન બાદ કામ ધંધો નહોતો મળતો અને કોરોના થયા બાદ માનસીક રીતે પડી ભાંગ્યા હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રૈયાધારે ગ્રીન સીટી હાઇટસમાં રહેતા ગીરીશભાઇ દ્વારકાદાસભાઇ જાેશી નામના વૃઘ્ધે પોતાના ઘરે દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
આ બનાવની જાણ કરતાં તેમના પુત્રએ તુરંત જ ૧૦૮ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ૧૦૮ના ઇએમટી પિયુષ ધોળકીયા અને પાયલોટ વિપુલભાઇ અગ્રવાત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગીરીશભાઇને જાેઇ તપાસી ઇએમટી પિયુષભાઇ ધોળકીયાએ મૃતજાહેર કર્યા હતા. ગીરીશભાઇ જાેશીને સંતાનમાં બે પુત્રો છે.
હાલ યુનિવર્સિટી પોલીસે આપઘાત અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગીરીશભાઇ કોરોના કાળમાં માર્કેટીંગનો વ્યવસાય કરતાં લોકડાઉન બાદ નોકરી છુટી જતાં અને ધંધો નહોતો મળતા તેમજ નવેમ્બરમાં કોરોના થયા બાદ માનસીક રીતે ભાંગી પડયા હતા. તેમણે અગાઉ પણ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
Recent Comments