fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેસ્ટઝોનમાં ૧૮૯ કરોડના ખર્ચે બનનાર આવાસ,દુકાનોની મનપા કમિશ્નરે મુલાકાત લીધી

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે સવારે વેસ્ટ ઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસોની જુદી જુદી સાઈટની મુલાકાત લીધી હતી અને આ હાઉસિંગ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે વેસ્ટઝોનના આ આવાસનું નિર્માણ રૂ. ૧૮૯ કરોડથી વધુના ખર્ચે થઈ રહ્યું છે.

વેસ્ટઝોનના પેકેજ-૧ના પાંચ પ્લોટ પૈકી ટી.પી. સ્કીમ નં.૫ (નાનામવા)ના એફ.પી.નં.૧૪૦ અને ૪૪૬ની સાઈટ વિઝીટ મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી હતી. વેસ્ટઝોન પેકેજ-૧ અંતર્ગત રૂ.૧૮૯.૪૫ કરોડના ખર્ચે એલઆઇજી (૫૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૪૦૪ અને એમઆઇજી (૬૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૯૯૬ આવાસો મળીને કુલ ૧૪૦૦ આવાસો અને ૬૧ દુકાનોની કામગીરી ચાલુ છે.

ન્ૈંય્ પ્રકારના આવાસોમાં બે બેડરૂમ હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમ તેમજ એમઆઇજી પ્રકારના આવાસોમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવેલી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં પાણીની લાઈન, ગટર વ્યવસ્થા તેમજ ગેસ પાઈપલાઈન તથા પીજીવીસીએલન્ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં ફાયર સેફ્ટીની પુરતી વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, લીફ્ટ, સિક્યુરિટી કેબિન, શોપિંગ સેન્ટર, રેઇન વોટર હાવેર્સ્ટિંગ, ડીજી સેટ્‌સ વગેરેની સુવિધા આપવામાં આવનાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/