fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ગૌતમબુદ્ધ નગર પાસેથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી

રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રિંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડી ગૌતમબુધ્ધ નગર પાસે આવેલા અનુસુચિત સમાજના સ્મશનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે કપડું બાંધી વિચીત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાકની લાશ મળી આવતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ સવારે એક વ્યક્તિ સ્મશાન અંદર આવેલી ડેરી પાસે કબૂતરોને ચણ નાખવા આવ્યા ત્યારે ડેરીના ઓટા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જાેવા મળતાં તેણે તુરંત જ ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ના પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને ઇએમટી યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં.

ઇએમટીની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ તાલુકા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી યુવકની ઓળખ મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/