fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ક્લિપ વાયરલ થતા કોર્પોરેટરે રડતા-રડતા ભૂલ સ્વિકારી માફી માંગી

રાજકોટમાં આજે ભાજપના વોર્ડ નં.૧૪ના મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કરતા હોવાની ઓડિયો કલીપ વાઇરલ થઈ છે. આ મુદ્દે મનપાના જનરલ બોર્ડમાં મળેલી મિટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરે રડતા રડતા નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઈ ગઈ, હું પ્રજાની માંફી માંગુ છું.

વધુમાં વોર્ડ નં.૧૪ના મહિલા કોર્પોરેટર વર્ષાબેને જણાવ્યું હતું કે, આ ફોન આવ્યા બાદ મને ૨૫ ફોન આવ્યા છે. આ બીજી કંઈ નથી પણ મને બદનામ કરવાનું કાવતરું છે. હું ગત ટર્મમાં પણ ચૂંટાણી હતી અને આ ટર્મમાં પણ ચૂંટાણી છું. અમે કામ કરીએ જ છીએ નથી કરતા એવું નથી. મને ફોનમાં વારંવાર ઉશ્કેરવામાં આવી હતી. સ્થાનિક બેન જે બોલ્યા એ કલીપમાં એડિટ કરી નાખ્યું છે.

આ કલીપમાં તેઓ કહી રહ્યા છે કે, તમારા વિસ્તારમાંથી એક પણ મત નથી મળ્યો, ફરિયાદ હોય તો મને ફોન નહીં કરતી. ઉલ્લેખનીય કે આજથી ૪ મહિના પહેલા રાજકોટના ૧૮ વોર્ડના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા એ વખતે જનરલ બોર્ડ મળવાનું હતું ત્યારે વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં કોઈ સમસ્યા નથી. ત્યારે આ કિલપ ચર્ચાનું કેન્દ્ર બની છે.


આ ઓડિયો કિલપમાં કોઈ સ્થનિક મહિલાએ વર્ષાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગંદકીના ગંજ જામ્યા છે. તમે કૈંક કરો, ત્યારે પ્રથમ તો વર્ષાબેને ફોન કટ કરી નાખ્યો હતો, ત્યારબાદ ફરી સ્થાનિક મહિલાએ ફોન કરતા વર્ષાબેન ઉકળી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે તમારો વિસ્તાર કયો છે ? ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, હું નવયુગ પરા સાત નંબર માંથી વાત કરું છું. તેના પ્રત્યુત્તર સ્વરૂપે વર્ષાબેને કહ્યું હતું કે, જા ને હવે, તમારા વિસ્તારમાંથી એક પણ મત નથી મળ્યો, હવે મને ફોન નહીં કરતી. આટલું કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/