fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ પોલીસની બહાદુરીઃ ચીલઝડપના આરોપીને ફિલ્મી સ્ટાઇલથી ઝડપી પાડ્યો

રાજકોટ શહેરમાં બે દિવસમાં ચીલઝડપની ત્રણ ઘટના બની છે, ત્રણેય ઘટના કેમેરામાં કેદ થઇ હતી જેને પગલે પોલીસે ચીલઝડપના આરોપીની દીલધધક રીતે ધરપકડ કરી હતી. જ્યાં ચીલઝડપના આરોપીએ નાસવા જતા ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર અશોક ડાંગર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ મુઠભેડ દરમિયાનબનવા વધુ ઉગ્ર બને તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમના પુષ્પરાજ સિંહ આરોપીને લાત મારી ભોંયભેગો કર્યો હતો. ત્યા સમગ્ર પોલીસનો કાફલો આવી જતા આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસ દરમિયાન આરોપીએ ૧૨ ચીલઝડપની કબૂલાત કરી હતી.


આ અંગે આજે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચની ટીમ સવારે ૦૫ઃ૩૦ વાગ્યાથી જાનકી પાર્કમાં મોર્નિંગ વોકના કપડા પહેરીને વોચ ગોઠવી હતી. એ દરમિયાન કોન્સ. અશોકભાઇ ડાંગરની નજર એક એકટીવા ચાલક પર પડીને વૃધ્ધો પર નજર રાખતો જાેવા મળ્યો હતો.તેથી કોન્સ. ડાંગર એકટીવા ચાલક ડરી ગયો અને ભાગવા જતા સ્લીપ થઈને પડી ગયો હતો.


ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપીએ પોતાનું નામ એઝાઝ ઉઠાર હોવાનું અને મુળ જામખંભાળીયાનો હોવાનું કબુલ્યું હતું. તેણે એવું રટણ કર્યુ હતું કે અગાઉ રિક્ષા હંકારતો હતો. વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. લોકડાઉનને કારણે બેકાર થઇ ગયો હતો. એક વાર તેણે ફોનમાં દિલ્હીની ચિલઝડપનો વાઇરલ વિડીયો જાેયો હતો અને તેના પરથી પ્રેરણાલ ઈને ચિલઝડપ કરવાના રવાડે ચડ્યો હતો.


ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ.૭૫ હજાર, રૂ. ૮૦ હજારનો અને રૂ.૭૦ હજારના ત્રણ સોનાના ચેઇન, મેટલ બ્રાઉન કલરનું રૂ. ૩૦ હજારનું એકટીવા, રૂ.૪૦ હજારનું યો-બાઇક અને એક છરી કબ્જે કર્યા છે. પોલીસ કમિશનરે આરોપીને પકડનાર સમગ્ર ટીમને પ્રશસ્તિત્ર તેમજ રૂ.૧૫ હજારનો રોકડ પુરષ્કાર આપી સન્માન કર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/