fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં નવીન બનનાર એઇમ્સનો લોગો જાહેર કરાયો

એઈમ્સ રાજકોટની ઓપીડી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા માટે તંત્ર પુરજાેશમાં તૈયારી કરી રહ્યું છે. એઈમ્સ ભરતી કરી રહ્યું છે જ્યારે વહીવટી તંત્ર બાંધકામ દરમિયાન આવતા તમામ અડચણોને દૂર કરી રહ્યું છે. આ દરમિયાન એઈમ્સ રાજકોટે પોતાનો લોગો જાહેર કર્યો છે જેમાં એક બે નહિ પણ પૂરા ૩૩ વિષયોને સમાવી લેવાયા છે. આ અંગે એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટે જણાવ્યું હતું કે, એઇમ્સના લોગોમાં ગાંધીજીના ચરખા સાથે ૩૩ જીલ્લાની ઓળખ જાેવામાં મળે છે. આ લોગોની ડિઝાઇન અને તેનું નિર્માણ મારી પત્નીએ કર્યું છે.

વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, એઈમ્સ રાજકોટનો લોગો સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરે છે. એઈમ્સના લીલા અને કેસરી રંગના આ લોગોમાં આપણા સમૃદ્ધ વૈદીક મંત્ર સર્વ સન્તુ નિરોગ્ય તથા તબીબી જ્ઞાન ને પ્રકાશિત કરતો મંત્ર ‘વિદ્યા અમૃતમ શ્રુતે’ ના મંત્ર અપાયા છે તો સમગ્ર દેશ જ નહી સમગ્ર એશિયામાં સૌરાષ્ટ્રની ઓળખ તથા ગીરના સિંહની પ્રતિકૃતિ એ તાકાત, સાહસ, હિમ્મત અને સૌથી સર્વોચ્ચ શક્તિના પ્રતિક તરીકે ગણાવાયા છે.

વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાત એ ડાયમન્ડ હિરાનું પણ હબ ગણાય છે અને સુશ્રુતનો જે લોગો છે તેના ઉપર ડાયમન્ડની તસ્વીર એ શ્રેષ્ઠતા અને પ્રકાશનું પ્રતીક છે. લોગોનો લીલો રંગ ઉર્જાનું પણ પ્રતિક છે. લોગોની બહારની ડીઝાઈન એ સૌરાષ્ટ્રની પરંપરાગત બાંધણીની પ્રતિકૃતિ છે અને તેમાં અદભૂત રીતે ૩૩ તાણાવાણા દર્શાવાયા છે જે ગુજરાતના ૩૩ જીલ્લાઓ એક બીજા સાથે ગુંથાયેલા હોય તેનો સંદેશ આપે છે તો લોગોની અંદરના ભાગે સિંહની પ્રતિકૃતિ સાથે પરંપરાગત દાંડીયા રમતા યુગલની પ્રતિકૃતિ છે.
વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ તેના ‘દાંડીયા’ની કલાની વિશ્વમાં જાણીતું છે. આ લોગોમાં વિદ્યા અમૃતમ શ્રુતે નો જે મંત્ર છે તેમાં જ્ઞાનના સિંચનથી અમૃત પ્રાપ્ત થયાનો સંકેત આપે છે. લોગોમાં ખુલ્લુ પુસ્તક દર્શાવાયુ છે. જે જ્ઞાન સૌના માટે છે તેનું પ્રતિક છે. એઈમ્સ તેના દેશના ૧૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને જે રીતે જ્ઞાન- સંશોધન અને શિવવાની કલા શીખવે છે તેનું પ્રતિક છે. લોગોના નીચેના ભાગમાં સમુદ્ર એ ફકત ગુજરાતના લાંબા સમુદ્ર કિનારા જ નહી પરંતુ પૃથ્વી પર જીવનનો પ્રારંભનું પ્રતિક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/