fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ કલેક્ટરનું મહત્વપૂર્ણ નિવેદન. એરપોર્ટનાં રન-વેનું ૪૬% કામ પૂર્ણ, ઓગષ્ટ-૨૦૨૨માં ટેસ્ટિંગ ફ્લાઇટ શરૂ કરાશે. માર્ચ ૨૦૨૩ સુધીમાં લોકાર્પણ થવાની આશા વ્યક્ત કરી

જિલ્લાનાં હીરાસર ખાતે ગુજરાતનાં પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય પુરજાેશમાં કરવામાં આવી રહ્યું છે. હાલ હીરાસર એરપોર્ટમાં રન-વેનું કામ ૪૬ ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. અને અત્યાર સુધી રાજકોટના હીરાસર ખાતે ૧૫૦૦ મીટરનો રન-વે બની પણ ચૂક્યો છે. જ્યારે બાકીનો ૧૪૦૦ મીટરનો રન-વે બનવાનો બાકી છે. ઉપરાંત ૫૦૦ મીટરનો બોક્ષ કન્વર્ટ રન-વે પણ હજુ બાકી હોવાનું જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

કલેક્ટરનાં કહેવા અનુસાર, બિલ્ડિંગ ટર્મિનલનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. આગામી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ ફ્લાઇટ પણ શરૂ કરી દેવામાં આવનાર છે. એરપોર્ટનાં નિર્માણ કાર્ય માટે પ્રથમ ફેઝનું કામ અંદાજિત રૂપિયા ૬૭૦ કરોડનું છે. જે આગામી ૨ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરાય તેવી પૂરતી શક્યતા છે. જ્યારે ટર્મિનલનાં બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં કરવામાં આવશે જે કામ જલ્દીથી શરૂ કરી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા માટેના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. આગામી માર્ચ- ૨૦૨૩ સુધીમાં આ પ્રોજેક્ટને લગતા તમામ કામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર નજીક ૧૦૨૫ હેક્ટર જમીનમાં ગુજરાતનું સૌપ્રથમ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં કોરોનાકાળ વચ્ચે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અને આ એરપોર્ટ તેમજ એઈમ્સનાં બંને પ્રોજેકટ સમય કરતાં પહેલાં પુરા કરવા માટે ખુદ સીએમ વિજય રૂપાણી પણ દેખરેખ રાખી રહ્યા છે. આ એરપોર્ટ બની જતા સૌરાષ્ટ્રભરના મુસાફરોને દેશ-વિદેશ જવા માટે મોટી મદદ મળશે. તો સાથે જ એરપોર્ટ આસપાસનાં વિસ્તારોમાં રોજગારીની નવી તકો ખુલશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/