રાજકોટમાં કિરાણાની દુકાનમાં કામ કરતા ઈસમ દ્વારા દુકાનદારની પત્નીને બિભત્સ વિડીયો મોકલા પોલીસમાં ફરીયાદ
રાજકોટ શહેરના રૈયારોડ પર આવેલી કિરાણાની દુકાનમાં નોકરી કરતા શખ્સે તેના શેઠની પત્નીને બે વખત કોઇપણ કામવગર ફોન કરી પજવણી કરી હતી, મહિલાએ પતિને રાવ કરતા તેને નોકરીમાંથી કાઢી મુકાતા એ શખ્સે મહિલાને એક જ દિવસમાં ૧૦ બીભત્સ વીડિયો મોકલ્યા હતા. નોકરીમાંથી કાઢી મુકાયો હોવા છતાં પાંચેક દિવસ પૂર્વે ભરત ઝવેરીએ ફરીથી મહિલાને ફોન કર્યો હતો, મહિલાએ ફરીથી ફોન કરવાની ના કહી તેનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. ભરત ઝવેરી આટલાથી અટક્યો નહોતો અને તા.૨૦ને શુક્રવારે સવારે મહિલાને દસ બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં મોકલ્યા હતા, ભરતના ત્રાસથી ત્રસ્ત મહિલાએ ફરીથી તેના પતિને રાવ કરતાં અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી ભરત છોટાલાલ ઝવેરીની શોધખોળ શરૂ કરી હતી. મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે ભરત છોટાલાલ ઝવેરીનું નામ આપ્યું હતું. તેમના પતિને રૈયારોડ પર કિરાણાની દુકાનમાં ભરત ઝવેરી સહિત ૩ લોકો નોકરી કરતા હતા. ૨૪ જુલાઇના ભરત ઝવેરીએ પોતાના શેઠના પત્નીને મોબાઇલ પર ફોન કર્યો હતો અને મહિલાને તમે ક્યાં છો તેમ પૂછ્યું હતું, મહિલાએ ફોન કરવાનું કારણ પૂછતા ભરતે ‘બસ તમારી સાથે વાત કરવા ફોન કર્યો છે’ તેમ કહ્યું હતું, મહિલાએ કામ વગર ફોન કરવાની ના કહી ફોન કાપી નાખ્યો હતો, મહિલાએ આ અંગે પતિને રાવ કરતા તેના પતિએ ભરતને નોકરીમાથી તગેડી મૂક્યો હતો.
Recent Comments