કેસો ઘટતા રક્ષાબંધનના તહેવાર પર રાજકોટમાં હોટલો ફુલ:સવારથી ટ્રાફિકજામના દૃશ્યો
હવે કેસ ઘટતા અને છૂટછાટ મળતા રક્ષાબંધનના તહેવાર અને રવિવારના સંયોગ સાથે શહેરીજનોની સવારથી જ મુખ્યમાર્ગો પર ભીડ જાેવા મળી હતી. સાથે શહેરની મુખ્ય બજારોમાં પણ હવે સાતમ-આઠમની ખરીદીની પણ રંગત જામી છે. રવિવારે શહેરના મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકના દૃશ્યો જાેવા મળ્યા હતા. કપડાંની બજાર, ઇલેક્ટ્રોનિક્સ બજાર, વાહનોના શો-રૂમમાં પણ નવા વાહન પણ મોટી સંખ્યામાં ખરીદાયા હતા. કર્ફ્યૂ પણ રાત્રીના ૧૧ વાગ્યા સુધીનો હોવાથી ખાણીપીણીની બજાર અને શહેરમાં અને રાજકોટની ભાગોળે હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા.રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. રાજકોટિયન્સ માટે એવું કહેવાય છે કે તેઓ જિંદગીને મન ભરીને માણે છે. રંગીલો મિજાજ, ખાણીપીણીનો શોખ અને જલસાથી જીવતા માણસો છે રાજકોટવાસીઓ. ગુજરાતનો સૌથી પહેલો કોરોનાનો કેસ રાજકોટમાં ૧૯ માર્ચ, ૨૦૨૦ના રોજ નોંધાયો હતો ત્યારથી લઈને આજ સુધી એટલે કે ૫૨૦ દિવસની તહેવારબંધી બાદ રવિવારે રાજકોટવાસીઓએ પ્રથમ વખત રક્ષાબંધનનો પર્વ મન ભરીને માણ્યો હોય એવો માહોલ શહેરમાં જાેવા મળ્યો હતો.
મોટાભાગે રાજકોટના લોકો વતનમાં જઈને તહેવારની ઉજવણી કરતા હોય છે રવિવારે રાજકોટ શહેરની આસપાસના ગામ જેવા કે જેતપુર, ગોંડલ, વીરપુર, જૂનાગઢ, ઉપલેટા, જસદણ, મોરબી સહિતના ગામમાં જવા માટે વહેલી સવારથી સાંજ સુધી મુસાફરોનો ધસારો જાેવા મળ્યો હતો. ૧૩ એકસ્ટ્ર બસ દોડાવાઈ હતી. રક્ષાબંધનના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટીબસ સેવા અને મ્ઇ્જી બસ સેવામાં મહિલાઓને ફ્રી મુસાફરી કરવાની ભેટ આપવામાં આવી હતી. જેમાં શહેરની ૨૨,૦૨૩ મહિલાઓએ બસમાં ફ્રી મુસાફરી કરી મનપાએ આપેલ સેવાનો લાભ લીધો હતો. રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરના આસપાસના ફરવા લાયક સ્થળો પર લોકોની ભીડ જાેવા મળી હતી. જેમાં ન્યારી ડેમ, પ્રદ્યુમ્નપાર્ક, આજી ડેમ, રેસકોર્સ તેમજ મલ્ટિપ્લેક્સમાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. નવી ફિલ્મ જાેવા માટે લોકો પરિવાર સાથે આવીને ફિલ્મની મજા માણી હતી.
Recent Comments