fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટનાં સ્ટીલનાં વેપારી સાથે ૫૯ લાખની ઠગાઈ

બે – ત્રણ દિવસ બાદ તેની પેઢીનાં ચેક આપી કહ્યું કે, થોડા દિવસમાં તમને આરટીજીએસથી પેમેન્ટ કરી આપીશ. જેથી વિશ્વાસમાં આવી તેણે અમદાવાદની બે પેઢી પાસેથી ૧૦૧ ટન માલ મંગાવ્યો હતો અને ગઈ તા. ૧૧.૩.૨૦૨૧ તથા ગઈ તા. ૨૦.૩.૨૦૨૧નાં રોજ ચાર ટ્રક માલ રાહુલે કહ્યા મુજબ શાપર પહોંચાડી દીધો હતો. આ ડીલને એક મહિનો વિતિ જવા છતાં રાહુલે પેમેન્ટ કર્યું ન હતું. એટલું જ નહીં હાલ લોકડાઉન છે એટલે થોડા દિવસમાં તમારૂં પેમેન્ટ કરી આપીશ. તેમ કહી સમય કાઢતો રહ્યો હતો. અધુરમાં પુરૂ છેલ્લા દોઢેક માસથી પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. વધુ તપાસ કરતા તેને જાણવા મળ્યું હતું કે, રાહુલે તેના સિવાય અન્ય વ્યક્તિઓ સાથે પણ છેતરપીંડી કરી છે. જેને કારણે આખરે તેણે માલવિયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપી રાહુલ હાલ ગોંડલ સીટી પોલીસની કસ્ટડીમાં છે. એક વેપારીએ તેની સામે ૧૬ લાખનાં ચણા ખરીદી પેમેન્ટ નહી કર્યાની ફરીયાદ નોંધાતા આ ગુનામાં ગોંડલ સીટી પોલીસે તેની ધરપકડ કરી છે. જે કાર્યવાહી પુર્ણ થયા બાદ માલવિયાનગર પોલીસનાં ગુનામાં તેનો કબ્જાે મેળવવામાં આવશે.શહેરની પર્ણકુટી પોલીસ ચોકી પાછળ અમૃત પાર્ક મેઈન રોડ પર રહેતા અને માનસત્તા ઈન્ડસ્ટ્રીઅલ એરીયામાં પેસીફીક સ્ટીલ કોર્પોરેશન નામની પેઢી ધરાવતા મીલન ચંદુભાઈ કાકડીયા (ઉ.વ.૩૦) પાસેથી આરોપી રાહુલ રમેશ વામજા (રહે, ખોડીયાર સોસાયટી મેઈન રોડ, કોઠારીયા રોડ)એ રૂા.૫૮.૭૭ લાખની કિંમતનું એલોઈ સ્ટીલ રો મટીરીયલ મગાવી પેમેન્ટ કરવા બાબતે હાથ ઉંચા કરી દેતા તેના વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરીયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઈ છે. ફરીયાદમાં મીલનભાઈએ જણાવ્યા પ્રમાણે નવેમ્બર ૨૦૨૦માં તેનો સીધ્ધેશ્વર ટેકનોકાસ્ટનાં પરચેઝ મેનેજર રાહુલ બાબરીયા મારફત કાવ્યા ટ્રેડીંગનાં પ્રોપરાઈટર આરોપી રાહુલ સાથે પરીચય થયો હતો. ત્યારથી બન્ને વચ્ચે ધંધાકીય વ્યવહાર હતો. ગત માર્ચ માસમાં રાહુલે તેને ૧૦૧ ટન એલોય સ્ટીલ રો મટીરીયલનો ઓર્ડર આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/