fbpx
સૌરાષ્ટ - કચ્છ

પાણી માટે તરસ્તા સૌરાષ્ટ્રમાં આજે પાણી જ પાણી…

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા આર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર ૩ ઈંચ, વાંકાનેર અને માળિયા મિયાણામાં દોઢ અને હળવદમાં અર્દો ઈંચ, અમરેલી જિલ્લાના વડીયા ૪ ઈંચ, બગસરા ૨ ઈંચ જ્યારે લિલીયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા , જાફરાબાદ તાલુકામાં આૃર્ધાથી એક ઈંચ, પોરબંદરના કુતિયાણામાં ૨ ઈંચ અને રાણાવાવ તથા પોરબંદરમાં એક ઈંચ વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી એકંદરે ખુશીની લહેર છવાઈ છે.

જુનાગઢ જિલ્લામાં ગીરનાર અને દાતાર પર્વત પર ૧૮ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વિસાવદર ૧૭ ઈંચ, જુનાગઢમાં ૭ ઈંચ, માળિયાહાટીના,મેંદરડા, કેશોદમાં ૪, ભેંસાણ, વંથલી અને માણાવદર તાલુકામાં ૫ ઈંચ અને માંગરોળમાં ૩ ઈંચ વરસાદથી ચોતરફ પાણીના પૂર આવ્યા હતા. વિલિગ્ડન, આણંદપુર, હસનાપુર, નરસિંહ તળાવ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. વહીવટીતંત્રએ ભારે વરસાદના પગલે દામોદાર કુંડ , વિલિગ્ડન ડેમ પર જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. રાજકોટ જિલ્લામાં લોધિકામાં ૧૮ કલાકમાં ૨૩ ઈંચ ધોધમાર વરસાદથી માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા હતા. લોધિકા તાલુકાના ખીરસરા ,છાપરા પાસે રાજકોટ-કાલાવડ રોડ પર માર્ગો પર ધસમસતા પાણીમાંકારથી માંડીને કાલાવડ રોડ પર ટ્રક સહિતના અસંખ્ય વાહનો તણાયા હતા.

જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકામાં ૧૦, ધોરાજી તાલુકામાં ૧૨ ઈંચ, ગોંડલમાં ૧૦, ઉપલેટા ૮ ઈંચ, જામકડોરણા ૬ ઈંચ, જેતપુરમાં ૩ ઈંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં રાજકોટનો ન્યારી-૧ ઉપરાંત ગોંડલનું વેરી તળાવ, ઉપલેટાનો મોજ ડેમ, પડધરી પાસે આજી-૩, ડોંડી, ખોડાપીપર સહિતના જળાશયો, વેણુ-૨ વગેરે ડેમો ઓવરફ્લો થયા છે. જિલ્લા તંત્ર દ્વારા અલંગથી પાંચ બોટઅને ૧૫ તરવૈયાઓની ટીમ રાજકોટ શહેર અને ધોરાજીમાં મોકલાઈ હતી. રાજકોટમાં ૧૩૫૫, ગોંડલમાં ૨૫૦ સહિત જિલ્લામાં ૩ હજારથી વધુ લોકોનું સૃથળાંતર કરાયું હતું. ત્રણ માસથી મેઘરાજાનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી. રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં ૪થી ૨૩ ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ ૧થી ૪ ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જાેર યથાવત્‌ રહ્યું છે.

વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. રાજકોટ અને જામજાેધપુર પંથકમાં ૩ મોટરકારો તણાતા ૩ વ્યક્તિઓના મોત નીપજ્યાનું અને ૨ લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એરફોર્સ તથા સૃથાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે આજે રાત્રિના પણ જારી રહ્યું હતું. ધોધમાર વરસાદથી રાજકોટ, જામનગર, જુનાગઢ શહેર તથા નાના-મોટા ગામો,શહેરોનો પાણી પ્રશ્ન અને સિંચાઈનો પ્રશ્ન પણ હળવો થયો છે. વરસાદના પગલે રાજકોટ જામનગર, જેતપુર, કાલાવડ રોડ સહિત અનેક મુખ્યમાર્ગો અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાજકોટ,ગોંડલમાં ૧૭૦૦ સહિત હજારો લોકોનું સૃથળાંતર કરાયું હતું.

જામજાેધપુર તાલુકાના સમાણા ગામે કોઝવે પરથી પસાર થતી કાર લઈને ખરીદી માટે જઈ રહેલા દંપત્તિ કાર સાથે પાણીમાં તણાતા મોત નીપજ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે રાજકોટના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે કારખાને જઈ રહેલા કિશનભાઈ જમનાદાસ (રહે. યુનિ.રોડ તથા શ્યામગીરી મહેશગીરી અને સંજય ડાયાભાઈ બોરીચા નામના બે ડ્રાઈવર સાથે પોતાના પેલીકન કારખાને જઈ રહ્યા હતા ત્યારે ડોન્ડી નદીના પુલ પરથી આઈ-૧૦ કાર પૂલ પાસે પૂરમાં તણાતા એકને બચાવી લેવાયેલ છે જ્યારે કારખાનેદાર સહિત બે વ્યક્તિ અને કારનો રાત્રી સુધી પત્તો લાગ્યો નથી.

જ્યારે રાજકોટ તાલુકાના ન્યારા ગામે રહેતા મણીબેન ગમારા નામના મહિલા કાગદડી ગામ પાસે કાર પાણીમાં તણાતા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. જ્યારે રાજકોટ નજીકના છાપરા,ખીરસરા ગામ પાસે પેલીકન નામના કારખાનેદારની આઈ-૧૦ કાર પાણીના પૂરમાં તણાતા તેના વિડીયો વાયરલ થયા હતા. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર એક વ્યક્તિને બચાવી લેવાઈ છે જ્યારે અન્ય બેની આજે રાત્રિ સુધી હજુ પત્તો લાગ્યો નથી. જામનગર, જામજાેધપુર અને કાલાવડના પચીસેક ગામોમાં બારે મેઘ ખાંગા થઈને ૨૨થી ૨૫ ઈંચ વરસાદ વરસી ગયાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/