fbpx
સૌરાષ્ટ - કચ્છ

ફાઈવ સ્ટાર હોટેલ કાંઈ મંદિર નથી કે લોકો પૂજા કરવા આવે : હોટલ મેનેજર

રાજકોટમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલા વીડિયોમાં આ મહેફિલ વરસાદી રાત્રે થઈ હોવાના ફોટો મૂકી લોકો વરસાદ, વાઈન અને વસ્ત્રોને જાેડીને ક્યા મહાનુભાવ મદહોશ બન્યા તે વિષે સવાલો ઉઠાવી રહ્યા છે. નગ્ન નાચલીલાનો વીડિયો વાયરલ થતા લોકો માટે પણ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું, ડાન્સર યુવતી હકીકતે કોણ, તે સહિતના મુદે અનેક ચર્ચાઓ જાગી છે. અગાઉ મોરબીમાં પણ ફાર્મ હાઉસ-હોટલોમાં આ પ્રકારની ડાન્સ પાર્ટીઓનું આયોજન થઇ ચુક્યું છે. ત્યારે હવે રાજકોટ પણ પશ્ચિમી કલ્ચર તરફ્‌ વળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટની એક જાણીતી હોટેલના અશ્લિલ ડાન્સ અંગે ઈમ્પિરીયલ પેલેસના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે પંચતારક હોટેલોને હોટેલની રીતે જાેવી જાેઈએ. અહીં રૂમની અંદર શું ચાલે છે એ જાેવાનું અમારૂ કામ નથી. આ મંદિર નથી કે લોકો અહીં પૂજા કરવા આવે. મેનેજર હદ વટાવતા જણાવ્યું હતું કે આમાં કશું અશ્લિલ નથી! આ વીડિયો સાચો હોય તો અમે પૂરી વિગતો આપવા તૈયાર છીએ, વીડિયો કઈ તારીખે ઉતર્યો છે અથવા તો મોર્ફ થયેલો છે તે પણ જાેવાનું રહે છે. બારી ખુલ્લી રાખીને કોઈ આવું કરે? તેવો પ્રશ્ન કરતા તેમને જ્યારે શુક્રવારે રાત્રિનો આ વીડિયો હોવાનું જણાવાયું તો તેમણે કહ્યું કે તપાસ પછી જ બધું બહાર આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/